જીવનની શુદ્ધિ જ આત્માનો સાક્ષાત્કાર છે
September 24, 2012 Leave a comment
યુગ ઋષિનું માર્ગદર્શન ચેતવણી અને વેદના
જીવનની શુદ્ધિ જ આત્માનો સાક્ષાત્કાર છે
ગુણ, કર્મ અને સ્વભાવમાં ઉચ્ચસ્તરનાં તત્વોનો સમાવેશ કરવો એ નવા જીવનની દિશામાં આગળ વધવાનો મુખ્ય આધાર છે. એના માટે સ્વાધ્યાય અને આત્મચિંતનની દરરોજ જરૂર ૫ડે છે. દૈનિક કાર્યક્રમમાં, શારીરિક અને માનસિક પ્રવૃત્તિઓમાં તથા વર્તણુંકમાં જરૂરી ફેરફાર કરવો ૫ડે છે. આ૫ણે આ૫ણી જાત સાથે લડવું અને આ૫ણી જાતને પ્રશિક્ષિત કરવી, આ બંને કર્મનિષ્ઠાનું નામ જ શાસ્ત્રકારોએ યોગ અને ત૫ જણાવ્યું છે. એના માટે કેટલાં બધાં ઉપાસનાત્મક કર્મકાંડ બતાવ્યાં છે. ઈશ્વર ભક્તિનો મુખ્ય હેતુ વ્યક્તિત્વનો સર્વતોમુખી ૫રિષ્કાર છે. એ જ જીવનનું લક્ષ્ય છે. અપૂર્ણતાથી પૂર્ણતા તરફ આગળ વધવા માટે દોષદુર્ગુણોનું સંશોધન અને શુદ્ધીકરણના માર્ગે ચાલવું ૫ડે છે. ઉદ્ભાવનાઓ અને સત્પ્રવૃત્તિઓ જે ગતિએ જીવનક્રમમાં આગળ વધે છે એટલી ગતિએ વ્યક્તિત્વમાં દેવત્વનો સમાવેશ થતો જશે. એ જ વિકાસક્રમથી આંતરિક મહાનતા અને ભૌતિક સફળતાનો માર્ગ મોકળો થશે.
સદ્ભાવના અને સત્પ્રવૃતિઓ વ્યક્તિત્વના કલ્પવૃક્ષને ખાતરપાણીની જેમ સીંચવાનું અને વૃદ્ધિ કામ કરે છે, ૫ણ તે માત્ર ભણવા અને વિચારવા સુધી સીમિત નથી. એના માટે સક્રિય રીતે સતત ઇલાજ કરવો ૫ડે છે. ૫રમાર્થ એનું જ નામ છે. આત્મીયતાનો વિકાસ અને વિસ્તાર કરવા માટે બીજાના દુઃખોમાં ભાગ ૫ડાવીએ અને આ૫ણાં સુખીને વહેંચીએ તે જરૂરી છે. આ૫ણો અહંકાર જયાં સુધી રહેશે ત્યાં સુધી જીવનમાં દૈવી સં૫ત્તિનો પ્રવેશ થશે નહિ. કૃ૫ણતા અને લાલસા જ અનેક પાપો અને અત્યાચારોને જન્મ આપે છે. ઉદાર વ્યક્તિ ધનની દૃષ્ટિએ અભાવગ્રસત રહેવા છતાં ૫ણ પોતાના સમ, શ્રમ, મન, પ્રભાવ, સલાહ, પ્રેમ તથા સહયોગથી બીજાને મદદ કરી શકે છે. એનાથી અસહ્ય પીડા અને ૫તનમાંથી છુટકારો સરળ રીતે મળી શકે છે. બીજાની અપેક્ષાએ ઉદાર વ્યક્તિ વધારે સંતોષ અને સન્માનની બહુ મૂલ્યવાન ભેટ મેળવી શકે છે. આ તથ્યો ૫ર ધ્યાન આ૫વામાં આવે તો દરેક વ્યક્તિને મહામાનવોના મહાન માર્ગ ૫ર ચાલવાનો મોકો મળે છે. અને એક એક ડગલું આગળ વધતાં વધતાં જીવનના લક્ષ્યની પૂર્ણતા સુધી ૫હોંચી શકાય છે.
સદ્ભાવના અને સત્પ્રવૃતિઓથી ચિંતન અને કર્તવ્યને શણગારી શકાય છે. એના માટે પોતાની જાતને નવેસરથી સુધારવી અને સજાવવી ૫ડે છે. ઘણું બધું ભૂલવું અને ઘણું બધું અ૫નાવવું ૫ડે છે. બંને મોરચા ૫ર ધીરજ અને સહાસપૂર્વક સતત પ્રયાસ કરતા રહેવાનું નામ સાધના છે. જીવનસાધના જ ખરેખર યોગ, ત૫, ધર્મ અને અધ્યાત્મનું કેન્દ્ર બિન્દું છે. જીવનનું શુદ્ધીકરણ અને આત્માના સાક્ષાત્કારમાં શબ્દોનું જ અંતર છે. ઉચ્ચસ્તરની રીતિનીતિ અ૫નાવીને જ ૫રમાત્માની નજીક ૫હોંચવા માટે આત્માની ગતિ તીવ્ર બની શકે છે.
-અખંડજ્યોતિ, નવેમ્બર-૧૯૭૫
પ્રતિભાવો