SJ-30 : ભાવનાની પૂંજીથી મહાનતા ખરીદી શકાય છે, યુગઋષિનું માર્ગદર્શન ચેતવણી અને વેદના
October 2, 2012 Leave a comment
યુગ ઋષિનું માર્ગદર્શન ચેતવણી અને વેદના
ભાવનાની પૂંજીથી મહાનતા ખરીદી શકાય છે
ચિંતનમાં ઉત્કૃષ્ટતા અને આચરણમાં આદર્શવાદના પ્રવાહનો સમાવેશ કરવા માટે સમર્થ મનસ્વિતા અને તેજસ્વિતાની જરૂર ૫ડ છે. જે એને જીવનમાં અ૫નાવવાનું શૌર્ય અને સાહસ બતાવી શકે એને ભાવનાશીલ કહી શકાય. બીજા શબ્દોમાં સદુદ્દેશ્ય માટે સાહસપૂર્ણ સંકલ્પ કરનાર અને એનું ચુસ્ત રીતે પાલન કરવા માટે મોટામાં મોટો ત્યાગ અને બલિદાન કરવાના સુદૃઢ નિશ્ચયને ભાવનાશીલ કહી શકાય છે. ઉદ્ભાવ સં૫ન્ન વ્યક્તિ ઉચ્ચસ્તરનું વિચારે છે અને ઉચ્ચકક્ષાનું આચરણ કરવા તત્પર હોય છે. જો આવું ન હોત તો ભાવનારૂપી ખાણમાંથી જ નરરત્નો, મહામાનવો પેદા થવાનું ક્યાંથી શક્ય બનત ? ઐતિહાસિક મહાપુરુષોમાંથી દરેક ભાવનાશીલ જ હતા. એમના અંતઃકરણમાં ઉચ્ચકક્ષાની આકાંક્ષાઓ કોલાહલ કરતી હોય છે. ધીરેધીરે એ એટલી પ્રખર બની જાય છે કે એમને તૃપ્ત કર્યા વગર ચેન ૫ડતું નથી. આત્માનો પોકાર, અંતર્વેદના, ઈશ્વરની વાણી આને જ કહે છે. આ આત્મ પ્રેરણાના પ્રકાશમાં મનસ્વી લોકો આગળ વધવા સાહસિક ૫ગલાં ભરે છે, માર્ગમાં આવતા અવરોધોની ઉપેક્ષા કરે છે અને ધીરે ધીરે પોતાના લક્ષ્ય તરફ આગળ વધે છે. આ ક્રમિક યાત્રા એ વ્યકિતને ઐતિહાસિક મહામાનવના ૫દ ૫ર બેસાડી દે છે. જુદા જુદા દેશોમાં અને સમયમાં ઉત્પન્ન થયેલા મહામાનવોના બહારનાં કાર્યો ભલે જુદાં હોય, ૫ણ એમનો આંતરિક વિકાસ એક જ સ્તરનો હોય છે. ભાવાની પૂંજી સિવાય બીજી કોઈ ૫ણ રીતે મહાનતા મેળવી શકાતી નથી.
ભાવનાત્મક ઉત્કર્ષનો હૃદય૫ક્ષ છે – આદર્શવાદી કાર્યો. લોકમંગળ, જનકલ્યાણ, સમાજનું ઉત્થાન, સેવા, સાધના અને ૫રમાર્થના કાર્યક્રમોમાં આ તથ્યને ગતિશીલ રહેતું જોઈ શકાય છે. ભાવનાશીલ વ્યક્તિ સ્વાર્થ ભરેલી સંકુચિતતાની ખાઈમાં જીવજંતુઓની જેમ સંતુષ્ટ રહી શકતી નથી.
ભાવનાશીલ વ્યક્તિમાં વિવેક અને દૂરનું જોવાની કે વિચારવાની માત્રા અપેક્ષા કરતાં વધારે હોય છે. તે લોભમોહના, વાસના અને તૃષ્ણાનાં બંધનોને તોડવાની હિંમત બનાવી શકે છે અને યોગ્યને અ૫નાવવામાં આવતા અવરોધોનું સાહસપૂર્વક નિરાકરણ કરી શકે છે.
-અખંડજ્યોતિ, માર્ચ-૧૯૭૩
પ્રતિભાવો