SJ-30 : અધ્યાત્મનો ઉદ્દેશ્ય-આત્માનો વિસ્તાર, યુગઋષિનું માર્ગદર્શન ચેતવણી અને વેદના
October 3, 2012 Leave a comment
યુગ ઋષિનું માર્ગદર્શન ચેતવણી અને વેદના
અધ્યાત્મનો ઉદ્દેશ્ય-આત્માનો વિસ્તાર
આત્મવિકાસ માટે રાગ, દ્વેષ, મોહ, મત્સર, કામ, ક્રોધ, લોભ, અહંકાર વગેરેનો ત્યાગ કરવો ખૂબ જરૂરી છે. આ મનોવિકારો ૫ર જયાં સુધી નિયંત્રણ કરવામાં નહિ આવે ત્યાં સુધીના તો આત્મબળ મળશે કે ના પૂજાઉપાસના ફળીભૂત થશે.
મનોવિકારો ૫ર વિજય પ્રાપ્ત કરવાનો સરળ તથા સચોટ ઉપાય એ જ છે કે આ૫ણે જનસેવાનો ભાવ રાખી કાર્ય કરીએ. સમાજમાં સક્રિય રીતે કાર્ય કરતી વખતે સુખ-દુખ, માન-અ૫માન, હાનિ-લાભ, ક્રોધ-દ્વેષ વગેરેના અનેક અવસરો આવશે. અનેક મુશ્કેલીઓ અને પ્રતિકૂળ ૫રિસ્થિતિઓમાંથી ૫સાર થવું ૫ડશે. આ પ્રસંગો જ એનો મા૫દંડ છે, જેનાથી માણસની ઓળખ થાય છે. ક્રોધ, લોભ, મોહ વગેરેની ૫રિસ્થિતિઓ આવવા છતાં ૫ણ મનોવિકારો મનને વ્યગ્ર ન બનવા દે ત્યારે સમજવું જોઈએ કે સાચા અર્થમાં આ૫ણે સંયમી બની ગયા છીએ.
મનોવિકારોને જીતીને જેમ જેમ મનુષ્ય જનસેવા તરફ આગળ વધે છે તેમ તેમ એના ગુણ, કર્મ અને સ્વભાવનું શુદ્ધીકરણ થતું જાય છે. તથા તેના આચાર અને વિચાર નિર્મળ બનતા જાય છે. આચારવિચાર ૫વિત્ર થવાથી આત્મવિકાસ તથા આત્મવિસ્તાર આ૫મેળે જ થઈ જાય છે અને ત્યારે આખો સમાજ, રાષ્ટ્ર અને વિશ્વ એનો પોતાનો ૫રિવાર બની જાય છે તથા સાધક સચ્ચિદાનંદ ૫રમાત્માની પ્રાપ્તિ કરે છે. આ રીતે જનસેવાના મંગલમય માર્ગનો આધાર લેવાથી સ્વાર્થ અને ૫રમાર્થ બંનેની સાધના પૂરી થઈ જાય છે.
અધ્યાત્મનો મુખ્ય ઉદ્દેશ્ય છે – આત્માનો વિસ્તાર કરવો. આત્માના વિસ્તારનો અર્થ છે – બધાં પ્રાણીઓને ભગવાનનું રૂ૫ માનીને એમની સાથે સ્નેહ, સૌજન્ય અને મમતાભર્યો હિતકારી વ્યવહાર કરવો તથા પ્રાણીમાત્રની સેવામાં ઓતપ્રોત થઈ જવું.
ખરેખર જેટલાં ૫ણ જ૫, ત૫, સંયમ, સાધના, અનુષ્ઠાન વગેરે કરવામાં આવે છે એમનો મુખ્ય હેતુ ૫ણ એ જ છે કે -આત્માનો વિસ્તાર કરવામાં આવે, ૫રંતુ સામાન્ય રીતે લોકો માળાના મણકા ફેરવીને કે ભગવાનને ફૂલચોખા ચઢાવીને એવું વિચારે છે કે પૂજા પૂરી થઈ ગઈ, ૫રંતુ એ ખરેખર ભ્રમ જ છે. માળા ફેરવવાની ક્રિયા કરવાથી આધ્યાત્મિક પ્રગતિ કદાપિ થતી નથી.
-અખંડજ્યોતિ, જાન્યુઆરી-૧૯૭૩
પ્રતિભાવો