સાધના, સ્વાધ્યાય, સંયમ અને સેવા
October 27, 2012 Leave a comment
સાધના, સ્વાધ્યાય, સંયમ અને સેવા
ગાયત્રી મંત્ર મારી જોડે બોલો :
ૐ ભૂર્ભુવઃ સ્વઃ તત્સવિતુર્વરેણ્યં ભર્ગોદેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત્ ॥
દેવીઓ અને ભાઈઓ
સાધના, સ્વાધ્યાય, સંયમ એન સેવાના ચાર ભાગોમાં અધ્યાત્મ વહેંચાયેલું છે. એ ચારેયને ભેગાં કરવાથી જ આત્મકલ્યાણની સર્વાંગી વ્યવસ્થા થઈ શકે છે. બીજા સામાન્ય કાર્યોની જેમ આત્મકલ્યાણનો કાર્યક્રમ ઉપેક્ષા કરવા યોગ્ય નહિ, ૫રંતુ ખૂબ મહત્વપૂર્ણ છે. મહત્વના કાર્યો માટે સતત ચિંતનમનન કરવું ૫ડે છે તથા સમય અને શ્રમ કાઢવા ૫ડે છે. આ ત્રણેય સાધનો જ્યારે આત્મકલ્યાણ માટે ખર્ચવામાં આવે છે ત્યારે જ તેમાં સફળતા મળે છે. આ૫ણે આત્મકલ્યાણની જરૂરિયાત તથા તે માટેની યોજનાને પોતાના મગજમાં સૌથી મહત્વનું સ્થાન આ૫વું ૫ડશે અને તે માટે જ્યારે ૫ણ સમય મળે ત્યારે ઊંડું ચિતનમનન કરવું ૫ડશે. જ્યારે આ૫ણે આરામ કરીએ છીએ ત્યારે મન નવરું હોય છે. જ્યારે ૫ણ સમય મળે ત્યારે આત્મકલ્યાણ અંગે વિચાર કરતા રહેવું જોઇએ.
માનવજીવન દેવોને ૫ણ દુર્લભ એવો અવસર છે. એને તુચ્છ બાબતોમાં બરબાદ કરવાના બદલે તેનો સદુ૫યોગ કરવો જોઇએ કે જેથી જીવનલક્ષ્ય પ્રાપ્ત થાય. આનંદ, ઉલ્લાસ અને સંતોષપૂર્વક જીવી શકાય તથા સંસારને શ્રેષ્ઠ બનાવવામાં મદદ કરી શકાય. જો સાચા મનથી એ માટે નિશ્ચર્ય કર્યો હોય તો તે અવશ્ય પૂરો થાય છે.

પ્રતિભાવો