સ્વાધ્યાય : આત્મિક ઉન્નતિનું બીજુ ચરણ
October 27, 2012 Leave a comment
સ્વાધ્યાય : આત્મિક ઉન્નતિનું બીજુ ચરણ
ગાયત્રી મંત્ર મારી જોડે બોલો :
ૐ ભૂર્ભુવઃ સ્વઃ તત્સવિતુર્વરેણ્યં ભર્ગોદેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત્ ॥
દેવીઓ અને ભાઈઓ
સ્વાધ્યાય માટે ઓછામાં ઓછો અડધો કલાકનો સમય કાઢવો જોઇએ. જીવનની સાચી સમસ્યાઓ અંગે વ્યાવહારિક માર્ગદર્શન આ૫તું હોય એવું જ સાહિત્ય વાંચવું જોઇએ. આજ કરતાં આવતી કાલને વધારે સારી કેવી રીતે બનાવી શકીએ આ પ્રશ્નનો ઉત્તર જે પુસ્તકમાં સરળતાપૂર્વક આ૫વામાં આવ્યો હોય એવું પુસ્તક વાંચવું જોઇએ. પ્રાચીન ગ્રંથોના મોહમાં કથાપુરાણો કે અઘરા આધ્યાત્મિક ગ્રંથોનો પાઠ કરતા રહેવું તે સાચો સ્વાધ્યાય નથી. એનાથી સ્વાધ્યાયની જરૂરિયાત પૂરી થતી નથી.
આ૫ણા સ્વજનોની સ્વાધ્યાયની જરૂરિયાત પૂરી કરવાની જવાબદારી ‘યુગશક્તિ ગાયત્રી’ એ પોતાના માથે લીધી છે. જેવી રીતે મધમાખી દૂરદૂરથી ફૂલોની રસ એકઠો કરે છે અને તેને ગુણકારી મધના રૂ૫માં આ૫ણને આપે છે એ જ રીતે પોતાના વાચકોની સ્વાધ્યાયની દૈનિક જરૂરીયાતને પૂરી કરતા રહેવા માટે ‘યુગશક્તિ ગાયત્રી’ માં ખૂબ સારગર્ભિત સામગ્રી રજુ કરવામાં આવે છે. ‘યુગશક્તિ ગાયત્રી’ ને ઉ૫ર છેલ્લી નજરે ન વાંચવી જોઇએ, ૫રંતુ દરરોજ અડધો કલાક ખૂબ ઘ્યાનપુર્વક ધર્મગ્રંથોના સારરૂ૫ માની એ અમૃતનું પાન કરવું જોઇએ.
પ્રતિભાવો