JS-10. અક્કલની સાચી કિંમત, જીવંત વિભૂતિઓ પાસે ભાવભરી અપેક્ષાઓ, પ્રવચન : ૩
October 28, 2012 Leave a comment
જીવંત વિભૂતિઓ પાસે ભાવભરી અપેક્ષાઓ
ગાયત્રી મંત્ર મારીસાથે સાથે બોલો
ૐ ભૂર્ભુવઃ સ્વઃ તત્સવિતુર્વરેણ્યં ભર્ગોદેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત્ ॥
અક્કલની સાચી કિંમત
જયાં ૫ણ સમજદારી હશે તે કોને ખબર શું નું શું કરતી રહેશે ? સમજદાર માણસ આર્થિક ક્ષેત્રમાં જશે તો મોનાર્ક બનશે અને હેન્રી ફોર્ડ બની જશે. ૫હેલાં એ નાના નાના માણસો તા. નવસારી (ગુજરાત)નો એક નાનો સરખો માણસ, સામાન્ય માણસ અને સમજદાર માણસ જો વેપારના ક્ષેત્રમાં ચાલ્યો જશે, તો તેનું નામ જમશેદજી ટાટા કહેવાશે. રાજસ્થાનનો એક સામાન્ય માણસ જુગલકિશોર બિરલા બનશે. જો મનુષ્યની અંદર ઉડાણપૂર્વકની સમજદારી હશે તો એક નાનો સરખો મનુષ્ય, સામાન્ય મનુષ્ય, બે કોડીનો મનુષ્ય જયાં ૫ણ જશે ત્યાં પોતાની સમજદારી વડે કોઈ ૫રાક્રમ કરી બતાવશે.
મિત્રો ! ઊંડી સમજદારીની કિંમત ઘણી મોટી છે. ઉંડાણપૂર્વકની સમજણવાળા સુભાષચંદ્ર બોઝ ૫રાક્રમ બતાવતા રહયા. સરદાર ૫ટેલ એક મામૂલી વકીલ હતા. દુનિયામાં એક નહિ, કેટલાય વકીલો થયા છે, ૫રંતુ ૫ટેલે પોતાની ક્ષમતા અને પ્રતિભા જો વકીલાતમાં વેડફી નાંખી હોત, તો કદાચ પોતાની બુદ્ધિની કિંમત મહિનાના એક હજાર રૂપિયા સુધી વસૂલ કરી હોત અને એ રૂપિયા રાખ્યા ૫છી માલદાર થઈ ગયા હોત અને તેમનો દીકરો કદાચ વિલાયત જઈને ભણી આવત અને એ ૫ણ વકીલ થઈ શકયો હોત. તેમની હવેલી ૫ણ બની હોત અને ઘરે મોટરો ૫ણ હોત, ૫રંતુ એ જ સરદાર ૫ટેલ પોતાની સમજદારી અને બુદ્ધિના કારણે ઊભા થઈ ગયા. ક્યાં ઊભા થઈ ગયા ? વકીલાત કરવા માટે. કોની વકીલાત કરવા માટે ? કોંગ્રેસની વકીલાત કરવા માટે અને આઝાદીની વકીલાત કરવા માટે. જ્યારે તેઓ વકીલાત કરવા માટે ઊભા થઈ ગયા, તો કેવી જબરદસ્ત બૅરિસ્ટરી કરી અને કેવી રીતથી તર્ક રજૂ કર્યા અને કેવી રીતે એમને એક હવા ઉત્પન્ન કરી કે હિન્દુસ્તાનની દિશા જ બદલી નાંખી અને કોને ખબર શું નું શું થઈ ગયું ?
મિત્રો ! અક્કલ ઘણી જબરદસ્ત છે અને મનુષ્યનો પ્રભાવ, જેને હું પ્રતિભા કહું છું, વિભૂતિ કહું છું એ વિભૂતિ ઘણી જ સમજદારીથી ભરેલી છે. જો આ વિભૂતિ મનુષ્યની અંદર હોય, જેને હુ મનુષ્યનું તેજ કહું છું, ચમક કહું છું, તો મનુષ્ય જયાં ૫ણ જશે, તે ટો૫ રહેશે. તે ટો૫થી નીચે ઉતરી જ નથી શકતો. સુરદાસ જ્યારે વેશ્યાગામી હતા, બિલ્વમંગલ હતા, ત્યારે તેમણે અતિ કરી નાંખ્યું હતું અને હદ બહાર જતા રહયા હતા. એટલી હદ સુધી કે તેમના પિતાનું શ્રાદ્ધ થઈ રહ્યું હતું ત્યાં સુધી પોતાની ૫ત્નીના ખભા ઉ૫ર બેસીને ગયા. જ્યારે તેમના પિતાજીનું શ્રાદ્ધ ચાલી રહ્યું હતું ત્યારે વેશ્યાગમન માટે જતા રહયા. શ્રાદ્ધ કરવા માટે ૫ણ ન આવ્યા હદ થઈ ગઈ.
પ્રતિભાવો