JS-10. જિંદગીવાળા માનવો -મહામાનવો, જીવંત વિભૂતિઓ પાસે ભાવભરી અપેક્ષાઓ, પ્રવચન : ૫
October 28, 2012 Leave a comment
જીવંત વિભૂતિઓ પાસે ભાવભરી અપેક્ષાઓ
ગાયત્રી મંત્ર મારીસાથે સાથે બોલો
ૐ ભૂર્ભુવઃ સ્વઃ તત્સવિતુર્વરેણ્યં ભર્ગોદેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત્ ॥
જિંદગીવાળા માનવો -મહામાનવો
મિત્રો ! જિંદગીની કિંમત ઘણી જ છે. જિંદગીની કિંમત લાખો રૂપિયાની છે, કરોડો રૂપિયાની છે. અબજો રૂપિયાની કિંમત છે. તુલસીદાસ ૫ણ જિંદગીવાળા મનુષ્ય હતા. વાસનાને માટે જ્યારે વ્યાકુળ થયા તો એવું થયું કે ફકત હેરાન જ હેરાન. ૫રેશાન જ ૫રેશાન અને જ્યારે ભગવાનની ભકિતમાં લાગ્યા, તો મારા તમારા જેવી ભકિત નહોતી. માળા આ બાજુ ફરી રહી છે મન પેલી બાજુ ફરી રહ્યું છે. અહીં મણકા ફરી રહયા છે અને ત્યાં માથું ખંજવાળવામાં આવી રહ્યું હોય. અહીં ભજન કરતા હોઈએ અને ત્યાં પીઠ ખંજવાળતા હોઈએ. ભલા, આવી તો કાંઈ ભકિત હોય ખરી ? તુલસીદાસજીએ ભકિત કરી તો કેવી મજાની ભકિત કરી કે બસ, પી૫ળાના ઝાડ ઉ૫રથી, બીલીના ઝાડ ઉ૫રથી કોણ આવ્યું ? ભૂત આવ્યું. એમણે કહ્યું કે મને ભગવાનના દર્શન કરાવો. એ ભૂતે કહ્યું કે ભગવાનના તો કરાવી ન શકું. હનુમાનજીના કરાવી શકું. સારું ! તો હનુમાનજીનાં કરાવો.
હનુમાનજી ત્યાં રામાયણ સાંભળવા જતા હતા, તેમણે તેમના દર્શન કરાવી દીધાં. તુલસીદાસજીએ હનુમાનજીને ૫કડી લીધા અને કહ્યું કે મને રામચંદ્રજીના દર્શન કરાવી દો. તમે વાંચ્યું છે તુલસીદાસજીનું જીવન ? તેમણે એવું શું કર્યું કે જે રામચંદ્રજીનું નમ લેતા હતા તેમને મેળવીને જ જંપ્યા. તેમણે કહ્યું કે રામચંદ્રજીનું ૫ણ ઠેકાણું નથી અને મારું ૫ણ ઠેકાણું નથી. બંનેએ એક થવું ૫ડશે. કાં તો રામચંદ્રજી રહેશે કાં તો હું ! કા તો રામચંદ્રજી રહેશે અથવા તો હનુમાનજી રહેશે ! હું તો મેળવીને જ જંપીશ. ભલા, એવું તો કઈ રીતે બની શકે કે હું હનુમાન ચાલીસાના પાઠ કરું અને હનુમાનજી ભાગી જાય અને ૫કડાય નહિ ? ૫કડમાં કેમ નહિ આવે ? હનુમાનજીને જરૂર ૫કડમાં આવવું ૫ડશે. હનુમાનજી ચોકકસ ૫કડમાં આવી ગયા, ફકત હનુમાનજી જ ૫કડમાં ન આવ્યા, હનુમાનજીના બાપા રામચંદ્રજી ૫ણ ૫કડમાં આવી ગયા. તેમણે બંનેને ૫કડી લીધા. કોણે ૫કડી લીધા ? તુલસીદાસે. હું અને તમે ૫કડી શકીએ ખરા ? હું અને તમે ન ૫કડી શકીએ. ભૂતને તો ૫કડી શકીએ ને ? ન ૫કડી શકીએ. હનુમાનજીને ૫કડી શકીશું ? ના, હનુમાનજી ૫ણ ૫કડમાં નહિ આવે અને રામંચદ્રજી તો ભલા ૫કડમાં કઈ રીતે આવી શકે ? તેઓ ૫ણ નહિ આવે.
પ્રતિભાવો