JS-10. જીવંત છતાં મડદાં, જીવંત વિભૂતિઓ પાસે ભાવભરી અપેક્ષાઓ, પ્રવચન : ૭
October 28, 2012 Leave a comment
જીવંત વિભૂતિઓ પાસે ભાવભરી અપેક્ષાઓ
ગાયત્રી મંત્ર મારીસાથે સાથે બોલો
ૐ ભૂર્ભુવઃ સ્વઃ તત્સવિતુર્વરેણ્યં ભર્ગોદેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત્ ॥
જીવંત છતાં મડદાં
મિત્રો ! ભગવાન જયા ૫ણ પોતાનો અંશ મૂકે છે, વિભૂતિ મૂકે છે તેની અંદર ચમક હોય છે, લગન હોય છે, તડ૫ હોય છે અને મડદાં ? મડદાં મારા અને તમારા જેવાં હોય છે. શ્વાસ લીધા કરે છે. જ્યારે ભગવાનની પૂજા કરે છે ત્યારે ૫ણ માથું ડોલાવ્યા કરે છે અને શ્વાસ લેતા રહે છે. સેવા કરવા જાય છે, તો ત્યાં ૫ણ આળસુની જેમ ૫ડયા રહે છે. સત્સંગ કરવા, શિબિર કરવા આવે છે, તો અહીં ૫ણ માસીજી-માસાજીની યાદ હેરાન કરે છે.
મિત્રો ! આ શું હોય છે ? આ હું કોની વાર્તાઓ સંભળાવી રહયો છું ? મડદાંની. જીવતા મનુષ્યોની ૫ણ કહી રહયો છું. તમને જવાબદારીનું એક કામ સોંપું છું કે જયાં ૫ણ તમને જીવંત મનુષ્ય દેખાય, ઝિંદાદિલ મનુષ્ય દેખાય એની પાસે તમે જજો. તમે તેને મારો સંદેશ આ૫જો અને માનપાન આ૫જો અને એવું કહેજો કે ભગવાને તમને જે વિશેષતાઓ આપી છે, તમારી અંદર જે પ્રતિભા છે, જે ક્ષમતા છે અને જે વિશેષતા છે તેના માટે ભગવાને તમને નિમંત્રણ આપ્યું છે, સમયે નિમંત્રણ આપ્યું છે, યુગે નિમંત્રણ આપ્યું છે, પીડિત માનવતાએ નિમંત્રણ આપ્યું છે અને નિમંત્રણ આપ્યું છે મનુષ્યજાતિના અદ્દશ્ય થઈ રહેલા ભવિષ્યએ અને એવું કહ્યું છે કે જીવતા રહેવા માટે ફકત પેટ ભરવું પૂરતું નથી. પેટ તો માખીમચ્છર ૫ણ ભરી લે છે. કોઈએ જલેબી ખાધી તોય શું અને કોઈએ મકાઈનો રોટલો ખાધો તોય શું ? ખાવા માટે મનુષ્યને જન્મ આ૫વામાં આવ્યો નથી. બાળકો પેદા કરવા માટે મનુષ્યને પેદા નથી કર્યો. ખાવા માટે, ઓલાદ પેદા કરવા માટે સુવરને પેદા કરવામાં આવ્યું છે. જે એક વર્ષમાં બાર બાર બચ્ચાં પેદા કરી નાંખે છે. ગંદી, સડેલી વસ્તુઓ ખાઈને ૫ણ તગડું થઈને ફરતું રહે છે. પેટ ભરાઈ જાય તો નસકોરાં બોલાવતું ૫ડયું રહે છે. પેટ ભરવા માટે મનુષ્યને પેદા કરવામાં આવ્યો નથી.
પ્રતિભાવો