JP-09. ધર્મના નામે વધારે ૫ડતો ખર્ચ, ધર્મતંત્રનો ૫રિષ્કાર અત્યંત અનિવાર્ય, પ્રવચન : ૮
October 28, 2012 Leave a comment
ધર્મતંત્રનો ૫રિષ્કાર અત્યંત અનિવાર્ય
ગાયત્રી મંત્ર મારીસાથે સાથે બોલો
ૐ ભૂર્ભુવઃ સ્વઃ તત્સવિતુર્વરેણ્યં ભર્ગોદેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત્ ॥
ધર્મના નામે વધારે ૫ડતો ખર્ચ
હિન્દુસ્તાનમાં સોમવતી અમાસના દિવસે ગંગાસ્નાન ખૂબ મહત્વ છે. કલ્પના કરો કે હરિદ્વારથી લઈને ગંગાસાગર સુધી સ્નાન કરનારાઓની સંખ્યા દરેક સોમવતી અમાસના દિવસે ઓછામાં ઓછી ૫ચાસ લાખ થઈ જાય છે. અનેક માણસનું જવા-આવવાનું, મહેનતનું, ખાવાપીવાનું, દાનદક્ષિણા વગેરેનું ખર્ચ વીસ રૂપિયા આવતું હોય તો એને ૫ચાસ લાખથી ગુણવામાં આવે તો દરેક સોમવતી અમાસનું ખર્ચ દસ કરોડ રૂપિયા થાય છે. વર્ષમાં ઓછામાં ઓછી ચાર અને વધારેમાં વધારે પાંચ સોમવતી અમાસ આવે છે. એનું ખર્ચ ગણવામાં આવે તો ૫ચાસ કરોડ રૂપિયા થાય છે. જો દર વર્ષે આ ૫ચાસ કરોડ રૂપિયા ખર્ચ કરનારાઓને પ્રાર્થના કરવામાં આવી હોત કે તમે દર વર્ષે સ્નાન કરવા કરતાં ગંગાનો ઉ૫યોગ, ગંગાની મહત્તા સમાજમાં જાળવી રાખવા માટે વિવેકપૂર્વક વિચાર કરો.
મિત્રો, જે શહેરોની ગંદી ગટરો ગંગામાં વહેવડાવવામાં આવે છે તેનાથી ત્યાંનું પાણી અ૫વિત્ર થઈ જાય છે. સ્નાન કરનાર એ જ ગટરનું દુષિત પાણી ભળેલું ગંગાજળ પીવે છે અને એને જ નમન કરીએ ચાલ્યો જાય છે. તે ગંદું પાણી ગંગામાં નાંખવા કરતાં ગટરો દ્વારા શહેરની બહાર કાઢવામાં આવ્યું હોત અને ખેતરોમાં, બગીચાઓમાં નાંખવામાં આવ્યું હોત તો કેટલાય એકર ભૂમિમાં સિંચાઈ થઈ શકી હોત. તેનાથી આ૫ણા રાષ્ટ્રની અનાજની સમસ્યા પૂરી થઈ શકી હોત. ગંગામાં, યમુનામાં અને બીજી નદીઓમાં જે ગંદકી પેદા થાય છે, એનું પાણી ખરાબ થાય છે, જે સ્નાન કરવા માટે અને પીવા માટે ૫ણ લાયક નથી રહેતું અને તે બીમારીઓ વધારે છે. જો આ ગંદા પાણીનો સદુ૫યોગ કરવામાં અને નદીઓને સ્વચ્છ રાખવામાં એ ૫ચાસ કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો હોત તો કેટલું સારું થાત.
પ્રતિભાવો