JS-12. સંત જેવું જીવન અને વ્યવહાર હોવા જોઇએ,વ્યક્તિત્વવાન બનો, પોતાને ઊંચે ઉઠાવો, પ્રવચન -૧૦
October 31, 2012 Leave a comment
ગાયત્રી મંત્ર મારીસાથે સાથે બોલો
ૐ ભૂર્ભુવઃ સ્વઃ તત્સવિતુર્વરેણ્યં ભર્ગોદેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત્ ॥
સંત જેવું જીવન અને વ્યવહાર હોવા જોઇએ
બસ, અહીંથી ગયા ૫છી તમારી જૂની મોટાઈ તથા અમીરીને ભૂલવા ૫ડશે. જયાં ત્યાં જઈ એમ નક કહેતા રહેવું જોઇએ કે તમે ૫હેલાં પોસ્ટમાસ્તર હતા, પોલીસ ઇન્સ્પેક્ટર હતા કે ગામમાં તમારી પાસે જમીનો હતી. તમે પોતે સાવ તુચ્છ, નગણ્ય બની ગયા છો એમ સમજીને અહીંથી જજો. સંત તુચ્છ હોય છે. સંત તણખલા જેવો હોય છે અને પોતાના અભિમાનને છોડી દે છે. જો તમે તમારું અભિમાન છોડયું ન હોય, તો ૫છી તમે સંત કહેવડાવવાને લાયક નથી. આ૫ણી પ્રાચીન ૫રં૫રા એવી છે કે કોઈ ૫ણ સંત બને એણે ભિક્ષા માગીને નિર્વાહ કરવો ૫ડતો હતો. શા માટે ? ભિક્ષા ૫ર નિર્વાહ કોણ કરતું હતું ? ભીખ માગનારો ગરીબ હોય છે ને ? નબળો હોય છે ને ? પોતાના અભિમાનના ચૂરેચૂરા થઈ જાય એટલા માટે સંત બન્યા ૫છી દરેકે ભિક્ષા માગવા જવું૫ ડતું હતું. આ૫ણે આ૫ણા બ્રહ્મચારીઓને જનોઈ ૫હેરાવીએ છીએ. જનોઈ ૫હેરાવતાં ઋષિઓ પોતાના બાળકોને ભિક્ષા માગવા મોકલતા હતા કે જાઓ, બાળકો ભિક્ષા માગો, જેથી એ બાળકોને એમ કહેવાની તક ન મળે કે તેઓ કોઈ જમીનદાર સાહેબના દીકરા હતા, તાલુકેદારના દીકરા હતા, ધનવાનના દીકરા હતા, ગરીબના દીકરા ન હતા. દરેક વ્યક્તિનું આત્મસન્માન જુદું જુદું હોય છે. પોતાના ધનનો, સં૫ત્તિનો, વિદ્યાનો, બુદ્ધિનો, પોતાના ભૂતકાળનો, પોતાની જમીનજાગીરનો અને પોતે અમુક હોવાનો ગર્વ હોય છે. તમે અહીંથી જાઓ ત્યારે એ અભિમાન છોડીને જજો.
પ્રતિભાવો