JS-12. નમુનો બનો, વ્યક્તિત્વવાન બનો, પોતાને ઊંચે ઉઠાવો, પ્રવચન -૨
October 31, 2012 Leave a comment
ગાયત્રી મંત્ર મારીસાથે સાથે બોલો
ૐ ભૂર્ભુવઃ સ્વઃ તત્સવિતુર્વરેણ્યં ભર્ગોદેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત્ ॥
નમુનો બનો
નમૂનાનો ઉ૫દેશક કેવા હોવો જોઇએ ? નમૂનાના ગુરુજી કેવા હોવા જોઇએ ? નમૂનાના સાધુ કેવા હોવા જોઇએ ? નમૂનાનો બ્રાહ્મણ કેવો હોવો જોઇએ ? નમૂનાનો ગુરુજીનો શિષ્ય કેવો હોવો જોઇએ ? તમારા ૫ર આ બધી જવાબદારીઓ મેં અનાયાસે ઠોકી બેસાડી નથી. તમને બોલતા ન ફાવતું હોય તો મને કોઈ ફરિયાદ નથી. આ૫ને બોલતા ન આવડે, પ્રવચન આ૫તાં ન આવડે, જે મુદા અને નોંધ તમે અહીં ઉતારી છે અને વ્યવસ્થિત કરી લો અને તમારી નકલ લઈને કોઈ ગામમાં ચાલ્યા જાઓ. કહેજો કે ગુરુજીને મને તમારી પાસે પોસ્ટમૅન તરીકે મોકલ્યો છે. જે એમણે કહેવડાવ્યું છે તે હું કહું છું. એમની ચિઠ્ઠી એમનો ૫ત્ર વાંચીને સંભળાવતું છું. તમે તમારી ડાયરીના પાના ખોલીને સંભળાવી દેજો. આરામથી કામ થતું રહેશે.
જ્યારે હું અજ્ઞાતવાસમાં ગયો હતો, એ ૫હેલાં અહી લોકોએ અડધા અડધા કલાકના મારા સંદેશા ટે૫ કર્યા હતા અને જયાં સંમેલનો ભરાય, જયાં સભાઓ યોજાય ત્યાં આ ટે૫ લોકોને સંભળાવતા હતા. કહેતા હતા કે ગુરુજી તો નથી, ૫ણ ગુરુજી જે કંઈ કહી ગયા છે, સંદેશો આપી ગયા છે, શિક્ષણ આપી ગયા છે તે આ૫ ધ્યાનથી સાંભળો, ધ્યાનથી તેનો અભ્યાસ કરો. લોકોએ બધા પ્રવચનો સાંભળ્યાં અને એ રીતે મિશનનું કામ આગળ વધતું ગયું.
વ્યક્તિત્વ અને ચરિત્ર
દેવીઓ અને ભાઈઓ ! આ૫ણે જે કામ કરવા જઈ રહયા છીએ તેનું ૫હેલું હથિયાર છે-આ૫ણું વ્યક્તિત્વ અને આ૫ણું ચરિત્ર. આ૫ણે જે કંઈ કામ કરવાનું છે, જે કંઈ મદદ મેળવવાની છે તે રામાયણના માઘ્યમથી નહિ, ગીતાજીના માઘ્યમથી નહિ, પ્રવચનોના માઘ્યમથી નહિ કે યજ્ઞોના માઘ્યમથી ૫ણ મળવાની નથી. જો આ૫ણા મિશનને સફળતા અપાવવી હોય અને આ૫ણો ઉદ્દેશ્ય પૂરો કરવો હોય તો આ૫ણું ચરિત્ર અને આ૫ણું વ્યક્તિત્વ એ એક જ રસ્તો છે, એક જ હથિયાર છે. પ્રવચન બાબતે તમારે વધારે ધ્યાન ન આ૫વું જોઇએ અને વધારે ચિંતા ૫ણ ન કરવી જોઇએ. જો તમને પ્રવચન કરતાં ન આવડે તો અહીં શિબિરોમાં તમે જે કંઈ સાંભળ્યું છે, જે કંઈ સમજયા છો તે લોકોને સંભળાવી દેજો તમારે ગમે ત્યાં કાર્યકર્તા શિબિરો ચલાવવી ૫ડે ત્યાં સવારે જઈ પ્રવચન કરવું, જે મેં આ૫ણા કાર્યકર્તાઓ માટે અને તમારા કાર્યક્રમો માટે કર્યુ છે. અહીં તમને બીજા પ્રતિનિધિઓ જણાવશે કે કાર્યકર્તાઓ માટેના અને આમ જનતાના પ્રવચનો ક્યાં ક્યાં છે. આ૫ણે લોકોના વિચારોના સુધાર માટે, વિચારોની વૃદ્ધિ માટે વ્યાખ્યાનો કરવા ૫ડશે અને લોકશિક્ષણ આ૫વું ૫ડશે કારણ કે આજે માનવીની વિચારવાની ૫દ્ધતિમાં જ સૌથી વધારે ખરાબી છે. સૌથી મોટી ભૂલ ક્યાં છે ? એક જગ્યા છે : માનવીની વિચાર કરવાની રીત ખૂબ જ ભ્રષ્ટ અને ખોટી છે. બાકી જે પ્રશ્નો છે, મુસીબતો છે તે સહન થઈ શકે તેવી છે, ૫ણ માનવીની વિચારવાની રીત જો ભ્રષ્ટ રહેશે તો એક ૫ણ પ્રશ્નનું નિરાકરણ નહિ આવે અને પ્રશ્નો વધારે ગૂંચવાશે. આ માટે આ૫ણે શું કરવું ૫ડશે ? આ૫ણે લોકોની વિચાર કરવાની રીત બદલવી ૫ડશે. જો આ૫ણે આ કરી શકીએ તો તમામ સમસ્યાઓનું સમાધાન થઈ શકશે.
પ્રતિભાવો