૨. આધ્યાત્મિકતાનો મૂળ આધાર | GP-1. ઈશ્વરનું વિરાટ રૂપ | ગાયત્રી વિદ્યા
November 3, 2012 Leave a comment
આધ્યાત્મિકતાનો મૂળ આધાર
જે વ્યક્તિ ભગવાનના આ વિરાટ સ્વરૂપની વાસ્તવિકતાને હૃદયંગમ કરી લેશે અને વિશ્વના કાર્ય-કારણ રહસ્યને સમજી લેશે તે સદૈવ એવો વિશ્વાસ રાખશે કે ભગવાન આ સૃષ્ટિમાં આત્મરૂપ બનીને પ્રતિષ્ઠિત છે. આ પ્રકારની ભાવના જીવનના અંત સુધી સ્થિર રહે એ ઉદ્દેશ્યથી આપણે ત્યાં યોગ્યતા, બુદ્ધિ તથા સામર્થ્ય અનુસાર પ્રત્યેક વ્યક્તિનાં કર્તવ્ય નિશ્ચિત કરી દેવામાં આવ્યા છે. કર્તવ્યોમાં વિભિન્નતા હોવા છતાં પ્રેરણામાં સમતા છે, એક નિષ્ઠા છે, એક ઉદ્દેશ્ય છે અને તે ઉદ્દેશ્ય જ અધ્યાત્મ કહેવાય છે. આ અધ્યાત્મ લાદવામાં નથી આવ્યું, પરંતુ પ્રાકૃતિક હોવાને કારણે સ્વભાવ છે અને સ્વભાવને અધ્યાત્મ પણ કહેવાય છે. “સ્વભાવો અધ્યાત્મ ઉચ્યતે’
વિરાટના બે વિભાગ છે. એક છે અંત:ચૈતન્ય અને બીજું છે બાહ્યઅંગ. બાહ્ય અંગોના બધા અવયવો પોતપોતાની કાર્યદષ્ટિથી સ્વતંત્ર સત્તા ધરાવે છે. એમની ઉપયોગિતાની દૃષ્ટિથી પ્રત્યેકનાં કર્તવ્ય પણ ભિન્નભિન્ન છે, પરંતુ આ સો છે તો એ વિરાટ અંગની રક્ષા માટે, એ અંતઃચૈતન્યને જાળવવા માટે. આ રીતે અલગ હોવા છતાં અને અલગ કર્મોમાં પ્રવૃત્ત હોવા છતાં પણ જે એક ચૈતન્ય માટે એમની ગતિ છે તે હિન્દુ સંસ્કૃતિનો મૂળ આધાર છે. ગતિની આ એકતા સમતા નષ્ટ ન થાય એ માટે સંસ્કૃતિની સાથે ધર્મને જોડવામાં આવ્યો છે અને આ યોગ એવો થયો છે કે જેને અલગ ન કરી શકાય, કારણ કે બંને સમાનાર્થ દેખાય છે.
ધર્મ શબ્દની વ્યુત્પત્તિથી જ વિરાટની તલ્લીનતાનો ભાવ સ્પષ્ટ થઈ જાય છે. જે વાસ્તવિક છે એની જ ધારણા કરવી એ ધર્મ છે. વાસ્તવિક છે ચૈતન્ય. એ નિત્ય છે, શાશ્વત છે, બધા ધર્મોમાં આત્માની શાશ્વતતાનો સ્વીકાર કરવામાં આવ્યો છે, પરંતુ વિવિધ અંગોમાં પૃથક દેખાતા હોવા છતાં પણ એમાં જે એકત્વ છે એને સુરક્ષિત રાખવા તરફ ધ્યાન ન આપવાથી વિવિધ સંપ્રદાયોની સૃષ્ટિ બની ગઈ છે, તો પણ ધર્મની આ એકતા ટકાવી રાખવાની, જાગૃત રાખવાની પ્રવૃત્તિ આજ સુધી ટકી રહી છે. આ જ કારણે સંસારમાં વિવિધ સંપ્રદાયો-ધર્મોની સૃષ્ટિ બની, પરંતુ આજે માત્ર એમનું નામ જ રહ્યું છે, પરંતુ હિન્દુ પોતાની વિશાળતા સાથે જીવિત છે. આ ધર્મ વાસ્તવમાં માનવ ધર્મ છે. માનવની સત્તા જેના દ્વારા ટકી રહે છે અને જેનાથી એ વિશ્વચૈતન્યના વિરાટ અંગનું અંગ બની રહે છે તેને માટે જ એનો આદેશ છે.
આપણા ધર્મની સૌથી મોટી વિશેષતા એની પોતાની વિશિષ્ટ ઉપાસના પદ્ધતિ છે. વિશ્વાત્માની ઉપાસના માટે એના સમય વિભાગમાં કોઈ એક સમય નિશ્ચિત નથી. ઉપાસના દેશ અને કાળમાં વિભાજિત નથી. એની તો પ્રત્યેક ક્ષણ ઉપાસનામય છે. એ પોતાના વિશ્વચૈતન્યને એક ક્ષણ માટે પણ ભૂલવા નથી ઈચ્છતો, પરંતુ ગતિવિધિનો પ્રત્યેક ભાગ આ ચેતનદેવ માટે જ ખર્ચવા ઈચ્છે છે
પ્રતિભાવો