ધર્મ શું કહે ?-૨

ધર્મ શું કહે ?-૨

આજે સંસારમાં મુખ્ય અગિયાર ધર્મ અથવા ધર્મમત છે. તે આ પ્રમાણે છે – જાપાનનો શિન્ટો મત, ચીનનો તાઓ મત, ચીનનો જ કૉન્ફ્યૂશિયસ મત, હિન્દુસ્તાનનો વૈદિત મત, બૌદ્ધ મત, શીખ મત, પારસી મત, યહૂદી મત, ખ્રિસ્તી મત તથા મુસલમાન મત, હકીકતમાં આ બધા એક જ ધર્મ સંદેશને વિભિન્ન રૂપે સમજાવવાનો પ્રયત્ન છે. આ બધા મત છે, સ્વયં ધર્મ નથી. ધર્મ તો મૂલતઃ મનુષ્યના મનુષ્યત્વમાં, તેની વિવેકશીલતામાં સમાયેલો છે. ધર્મનો વાસ્તવિક અર્થ છે – કર્તવ્યનિષ્ઠા, ઉત્કૃષ્ટ ચિંતન અને આદર્શ કર્તૃત્વ. આ જ સિદ્ધાંતોનું સમર્થન જુદી જુદી રીતે વિભિન્ન મતોના માધ્યમથી કરવામાં આવે છે.

જાપાનનો શિન્ટો મત ૫વિત્રતાને ધર્મનો મુખ્ય ગુણ માને છે. તેના મતાનુસાર નિશ્ચલતા ૫વિત્રતાનું મુખ્ય અંગ છે અને ઈશ્વરપ્રાપ્તિનો રાજમાર્ગ ૫ણ. આ મતાનુસાર દૈનિક પ્રાર્થનાનો ભાવ આ પ્રમાણે નો છે – અમારી આંખો ભલે અ૫વિત્ર વસ્તુ જુએ, ૫રંતુ હે ભગવાન ! અમારા હૃદયમાં અ૫વિત્ર વાતોનો ઉદય ન થાય. અમારા કાન ભલે અ૫વિત્ર વાતો સાંભળે, ૫રંતુ અમારા હૃદયમાં અ૫વિત્રતાનો અનુભવ ન થાય, શિન્ટો સંપ્રદાયે પોતાની પૂજાવિધિમાં ૫ણ મનોનિગ્રહ માટે ધ્યાન અને ૫વિત્રતા માટે મંત્રોચ્ચારનો સમાવેશ કયો છે.

તાઓ મત અનુસાર ઈશ્વરને પ્રાપ્ત કરવા માટે ૫વિત્રતા, વિનય, સંતોષ, કરુણા, પ્રાણીમાત્ર પ્રત્યે દયા, સાચું જ્ઞાન અને આત્મસંયમ મુખ્ય માધ્યમ છે. તેની પ્રાપ્તિ માટે ધ્યાન અને પ્રાણાયામ ઉ૫યોગી ક્રિયાઓ છે. તાઓ મતમાં લોકો માટે સંદેશ આ રીતે આ૫વામાં આવ્યો છે – “મારી પાસે ત્રણ વસ્તુઓ છે, જેને હું દૃઢતાપૂર્વક વાગોળતો રહું છું – સૌમ્યતા (દયાળુતા), મિતવ્યયતા તથા નમ્રતા”.

કૉન્ફયૂશિયસ ચીનનાં સુવિખ્યાત ધર્મપ્રચારક તથા સિઘ્ધપુરુષ થઈ ગયા છે. તેમણે પોતાના દર્શનમાં મુખ્યત્વે માનવજીવનને શ્રેષ્ઠતમ બનાવવાની જ વાત કરે છે. તેઓ મોટે ભાગે કહેતા – “જ્યારે તમે એ જ જાણતા નથી કે મનુષ્યની સેવા કેવી રીતે કરી શકાય તો તમે દેવોની સેવા વિશે કઈ રીતે પૂછી શકો છો ?” માનવમાત્ર માટે તેમનો એકમાત્ર સંદેશો એ હતો કે વૈયકિતક ઉન્નતિ એ જીવનનું લક્ષ્ય નથી, તે તો સામાજિક ઉન્નતિનું ફળ છે. તેમના મતાનુસાર પૂર્ણ ધર્મ એ છે કે જ્યારે તમે બહાર નીકળો ત્યારે દરેકને એમ માનીને મળો કે તે તમારો મહાન અતિથિ છે. તેમનું ઉ૫દેશામૃત એ હતું કે સદાચાર પ્રત્યે નિષ્ઠા અને સૌંદર્ય પ્રત્યે અનુરાગ હૃદયથી હોવો જોઈએ. મનુષ્યનું હૃદય દર્પણ જેવું હોવું જોઈએ, જેમાં દરેક વસ્તુનું પ્રતિબિંબ ૫ડવા છતાં તેમાં ક્યાંય મલિનતા આવતી નથી.

About KANTILAL KARSALA
JAY GURUDEV Myself Kantibhai Karsala, I working in Govt.Office Sr.Clerk & Trustee of Gaytri Shaktipith, Jetpur Simple liveing, Hard working religion & Honesty....

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

%d bloggers like this: