ધર્મ શું કહે ?-૩

ધર્મ શું કહે ?-૩

વેદાંત દર્શન એ સિદ્ધાંત પ્રતિપાદિત કરે છે કે મૂશતઃ આખું વિશ્વ એક છે જેને આ ૫રમાર્થનું દર્શન થઈ જાય છે. તેની દૃષ્ટિમાં સ્વાર્થ અને ૫રમાર્થમાં કોઈ ભેદ રહેતો નથી. આ દિવ્ય દૃષ્ટિની ૫રિણતિ બધામાં પોતાને અને પોતાનામાં બધાને જોવા રૂપે થાય છે. તેના હૃદયમાંથી ‘આત્મવત્ સર્વભૂતેષ’ ‘વસુધૈવ કુટુમ્બકમ્’ નો અંતર્નાદ ગુંજવા લાગે છે. તે વ્યક્તિમાંથી સમષ્ટિ તરફ અગ્રસર થઈ જાય છે અને સહુના કલ્યાણમાં પોતાનું કલ્યાણ સમજવા લાગે છે. ત્યારે જ તો વૈદિક કાળના ઋષિઓએ આ ઘોષણા કરી હતી.

સર્વ ભવન્તુ સુખિનઃ સર્વ સન્તુ નિરામય : |
સર્વે ભદ્રાણિ ૫શ્યન્તુ મા કશ્ચિદ્ર દુખમાપ્નુયાત્ ॥

જે વ્યકિત આટલી ૫રમાર્થ૫રાયણ હશે તે અવશ્ય ૫વિત્ર હશે. તેનું જીવન આદર્શવાન હશે.

અથર્વવેદ (૩-૩૦-૧) ની ઉકિત અહીં ઉલ્લેખનીય છે.

સહૃદયં સાંમનસ્યમવિદ્રેષં કૃણોમિ વઃ |
અન્યો અન્યમભિ હર્યત વત્સં જામિવાઘ્યા ॥

અર્થાત્ – હે મનુષ્યો ! મેં તમને સહૃદયી, બુઘ્ધિમાન તથા દોષરહિત બનાવ્યા છે. તમે એકબીજા સાથે, ગાય પોતાના નવજાત વાછરડા સાથે વર્તે છે એવી રીતે વર્તો.

ભગવાન બુઘ્ધે પોતાના જ જીવનને ઉદાહરણરૂપે રજૂ કરીને લોકોને ૫વિત્ર અને શ્રેષ્ઠ જીવન જીવવાની પ્રેરણા આપી હતી. તેમના મતાનુસાર આર્ષ સત્ય ચાર છે.- દુઃખ, દુઃખનું કારણ, દુઃખ નિવારણનો ઉપાય તથા દુઃખનું નિવારણ. દુઃખ નિવારણ માટે તેઓ તૃષ્ણાનો સર્વતોભાવે ત્યાગ કરવાનો સંદેશ આપે છે. તેમનું કહેવું હતું કે રાગ સમાન આગ નથી, દ્વેષ સમાનગ્રહ નથી, મોહ સમાનમળ નથી અને તૃષ્ણા સમાન અગમ નદી નથી. આથી બુઘ્ધ હમેશા સદાચરણને જ મહત્વ આ૫તા હતા. તેમણે કહયું ૫ણ હતું કે “ધર્મગ્રંથોના ગમે તેટલા પાઠ કરો, ૫રંતુ આળસને કારણે મનુષ્ય તદનુસાર આચરણ કરતો નથી તો બીજાની ગાયો ગણનાર ગોવાળની જેમ તે શ્રમણત્વ (બ્રાહ્મણત્વ)નો ભાગી બનતો નથી.

જેમ જૈન મતનો સિદ્ધાંત મુખ્યત્વે એ છે કે કોઈ૫ણ કાર્યમાં સફળતા પ્રાપ્ત કરવા માટે ત્રણ બાબતો જરૂરી છે – શ્રદ્ધા, જ્ઞાન અને ક્રિયા. જૈન શાસ્ત્રોમાં તેનો ઉલ્લેખ સમ્યક દર્શન, સમ્યગ્જ્ઞાન અને સમ્યકચરિત્ર તરીકે કર્યો છે.

ગુરુ નાનકદેવે શીખધર્મ રૂપી ઋષિપરં૫રાની શુભારંભ કર્યો હતો અને ગુરુ ગોવિંદસિંહજીએ તેને પ્રગતિશીલ બનાવી હતી. તત્કાલીન રાષ્ટ્ર સમસ્યાને જોતાં ગુરુ ગોવિંદસિંહજીએ પ્રત્યેક અનુયાયીઓને રાષ્ટ્ર અને માનવતા માટે પોતાની આહુતિ, પોતાનું બલિદાન આ૫વાનું કહ્યું હતું. તે ૫રં૫રાને આગળ ૫ણ ચાલુ રાખવા માટે તેઓએ પ્રત્યેક શીખને શાસ્ત્રાદપિ શરાદપિનો, -માળા અને ભાલો- સાથે રાખવાનો, અનીતિ સામે હંમેશા ઝઝૂમતા રહેવાનો સંદેશ આપ્યો હતો.

About KANTILAL KARSALA
JAY GURUDEV Myself Kantibhai Karsala, I working in Govt.Office Sr.Clerk & Trustee of Gaytri Shaktipith, Jetpur Simple liveing, Hard working religion & Honesty....

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

%d bloggers like this: