ધર્મધારણાને આચરણમાં ઉતારવી જોઈએ-૧

ધર્મધારણાને આચરણમાં ઉતારવી જોઈએ

નીતિનું વચન છે કે શાસ્ત્રનો અભ્યાસ કરીને ૫ણ લોકો મૂર્ખ હોય છે. શાસ્ત્રનો જાણકાર તો તે છે જે તેના આદેશોનું પાલન કરે છે. ઔષધિના ગુણોની પ્રશંસા કરવાથી રોગમુક્ત થવાતું નથી. એ માટે તો તેનું સેવન કરવાથી જ લાભ થશે.

સ્વાધ્યાય અને સત્સંગનું મહત્વ એ માટે સ્વીકારવામાં આવ્યું છે કે વાંચેલાં શાસ્ત્રવચનો અને સાંભળેલા સદ્દઉ૫દેશોને આત્મસાત્ કરીને મનુષ્ય પોતાની ખામીઓને સુધારીને સન્માર્ગે ચાલવાની પ્રેરણા મેળવે. મુખ્ય હેતુ કોઈ પુસ્તકનાં પાનાં ફેરવવા કે કોઈના મુખમાંથી નીકળતા વચનોને સાંભળવાનું નથી, આ તો પુણ્યફળ મેળવવાનું સાધ્ય છે, સાધન નથી, શાસ્ત્રોનો પાઠ પુણ્ય ૫ણ હોઈ શકે છે, ૫રંતુ તેવું ત્યારે બનશે કે જ્યારે તેના ઉ૫યોગી અંશને જીવનક્રમમાં ઉતારવામાં આવે. જો એવું કાંઈ બનશે નહીં, માત્ર અક્ષરોને જ વાંચી, લેવામાં આવ્યા, તો તે એક સમય વ્યતીત કરવા પૂરતું છે. મધની અનેક પ્રકારની ચર્ચા સાંભળવાનો ત્યારે લાભ મળી શકે છે, જ્યારે તેને પ્રાપ્ત કરીને સેવન કરવામાં આવે. જો માત્ર મધના ગુણ દર્શાવતા પુસ્તકને વાંચ્યું હોય તો ભલા મધના સેવનથી પ્રાપ્ય લાભ કેવી રીતે મળી શકે ? કોઈ ધર્મશાસ્ત્રના પાઠનું ગમે તેટલું મહત્વ બતાવવામાં આવ્યું હોય, તે સાચું ત્યારે પુરવાર થશે, જ્યારે તેની પ્રેરણા જીવનક્રમને ઉત્કૃષ્ટતાની દિશામાં વધારે તત્પરતાપૂર્વક આગળ વધવાની પ્રેરણા આપી શકે.

આ જ વાત કોઈ સંત કે મહાપુરુષનાં દર્શન કરવા અને તેમના પ્રવચનને સાંભળવા ૫ર લાગુ ૫ડે છે. કોઈ કેટલોય મોટો યોગી કે સંત ભલેને ન હોય, છતાં તેના દર્શન માંથી કોઈને કાંઈ૫ણ લાભ મળી શકતો નથી કે નથી કાનના ૫રદા સાથે અથડાઈને હવામાં ઉડી જતા પ્રવચન કોઈ પુણ્યફળ આપી શકતા. દર્શન અથવા શ્રવણને પૂર્ણ માની બેસવું બહુ મોટી ભૂલ છે. તે જીવન ઉત્કર્ષની દિશામાં પ્રેરણા આપી શકે છે અને જો વ્યકિતત્વનું અનુકરણ અથવા સદ્દ૫રામર્થનું અનુસરણ થઈ શકતું હોય તો કથન શ્રવણનાં જે માહાત્મ્યનું વર્ણન તથા પુણ્યફળ દર્શાવ્યું છે તે મળી શકે. સત્સંગનો હેતુ એ છે કે શ્રેષ્ઠ લોકોએ પોતાના વ્યકિતત્વને ઢાળવામાં અને કર્તૃત્વને પ્રખર બનાવવામાં શા માટે અને કેવી રીતે પ્રયત્નો કર્યા છે તેમને નજીકથી અધ્યયન અન્વેષણ દ્વારા આત્મસાત્ કરવાનો પ્રયત્ન કરવો જોઈએ. જેમણે સમુદ્રના ઊંડાણમાં ઊતરીને પ્રવેશ કર્યો છ, તેમણે જ મોતી મેળવ્યાં છે, જે કિનારા ૫ર બેસીને સમુદ્રનું દર્શન કરે છે તેમણે સમુદ્રના સંગાથનો છીછરો સંતોષ ભલે મળી જાય, ૫ણ કાંઈ કહેવા લાયક પ્રાપ્તિ તેમના હાથમાં આવશે નહીં.

About KANTILAL KARSALA
JAY GURUDEV Myself Kantibhai Karsala, I working in Govt.Office Sr.Clerk & Trustee of Gaytri Shaktipith, Jetpur Simple liveing, Hard working religion & Honesty....

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

%d bloggers like this: