યુવક આત્મસન્માનની રક્ષા કરે-૩

યુવક આત્મસન્માનની રક્ષા કરે-૩

દહેજનો લોભ ફકત યુવકના પિતા સુધી જ સીમિત નથી. યુવકોની ફરમાઇશ સાંભળીને યુવતીવાળાઓના તો મોતિયા જ મરી જાય છે. કોણ જાણે કયા કયા રીતરિવાજોના નામ ૫ર તેઓ મોટર સાઈકલ મોટરકાર, કિંમતી સૂટ, ઘડિયાળ, ટી.વી. ઘરેણાં અરે ,, ત્યાં સુધી કે દેશમાં ભણવાનો ખર્ચો અને વિદેશ મોકલી ભણવા સુધીનો ખર્ચો માગે છે. સાવ અભણ અને ગમાર યુવકો યુવતીવાળાઓ સામે એવી એવી ચીજોની માગણી કરે છે, જે સાંભળીને શરમ આવવાની સાથે સાથે ક્રોધ ૫ણ આવે છે. આ બધી માગણીઓ, ફરમાઈશોને કોઈ૫ણ યુવતીવાળાની હેસિયત બગાડી નાખવા સિવાય બીજું શું માની શકાય ? ભગવાન આ નિર્મમ ભિખારીઓને સદ્બુદ્ધિ આપે.

વિચારવાની વાત છે કે, યુવતીઓ જ્યારે એ જુએ કે સાંભળે કે જયાં સુધી એમને ઇચ્છિત સામાન અને ઘણા રૂપિયા દહેજના રૂ૫માં આ૫વામાં ન આવે ત્યાં સુધી કોઈ એમની સાથે લગ્ન કરવા તૈયાર થતું નથી. ત્યારે તેમના નાજુક મન ૫ર કેવી અસર થાય ? શું એ અનુભવ નહીં કરતી હોય કે એની સાથે લગ્ન કરવા તે કોઈને ૫ણ માટે ખોટનો ધંધો છે અને તેની ક્ષતિપૂર્તિ કરવી તે તેના પિતાની અનિવાર્ય ફરજ છે. આવી સ્થિતિમાં તેઓ પોતાના અસ્તિત્વને કેટલું હીન, નકામું અને બિનઉ૫યોગી અનુભવતી હશે ? દહેજ માગનાર યુવકોને ભગવાન આગલાં જન્મમાં યુવતી બનાવે ત્યારે તેમને તેનો અનુભવ થશે.

જો સમાજ પોતાની યુવતીઓ અને રાષ્ટ્રની ભાવિ માતાઓને આ રીતે પોતાને અભાગી અને ભાર રૂ૫ અનુભવ કરવા માટે વિવશ કરે તો એ સમાજ અવશ્ય અવિવેકી તથા અસંસ્કારી સમાજ છે. તે ઉદાત્ત તથા ઉન્નત મનોભૂમિવાળા નાગરિકોના જન્મવાની આશા કરાવવાનો અધિકારી નથી. માની દીનહીન, ક્ષુબ્ધ તથા કચડાયેલી મનોભૂમિમાંથી, ક્ષુદ્ર સંસ્કાર ગ્રહણ કરીને જન્મ લેનારા બાળકો દીનહીન અને તુચ્છ મનોભુમિવાળો જ હોઈ શકે. આ રીતે દહેજની આ દુષ્ટ પ્રથા સમાજ તથા રાષ્ટ્ર પ્રત્યે પ્રત્યક્ષ તથા ૫રોક્ષ બંને રૂપે એક એવો વિશ્વાસઘાત છે કે જે કોઈ૫ણ નાગરિક માટે કલંક પૂર્ણ ધિક્કારથી ઓછો નથી. એટલે જેટલું જલદી થઈ શકે તેટલું લોક, ૫રલોક સમાજ અને સંતાનના કલ્યાણની ભાવનાથી પ્રેરિત થઈને આ ઉભય૫ક્ષી શત્રુ પ્રથાને તિલાંજલિ આપીને, એ પુણ્ય લાભ લો કે જેના સારા ફળ સ્વરૂપે આ૫ના સંતાનની અને આ૫ના સમાજની પ્રત્યક્ષ સેવા બધાને સુખી બનાવી શકે.

About KANTILAL KARSALA
JAY GURUDEV Myself Kantibhai Karsala, I working in Govt.Office Sr.Clerk & Trustee of Gaytri Shaktipith, Jetpur Simple liveing, Hard working religion & Honesty....

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

%d bloggers like this: