શુભ દીપાવલી અને નવા વર્ષની હાર્દિક શુભકામનાઓ
November 14, 2012 2 Comments
શુભ દીપાવલી અને નવા વર્ષની હાર્દિક શુભકામનાઓ
દિવાળી દીપકોનો તહેવાર છે,
જેમાં પ્રકાશિત થતો દીપક આપણેને મૌન સંદેશ આપે છે, ઈશ્વરને પ્રકાશ સ્વરૂપે માનવામાં આવ્યા છે. એટલે દીપકની જ્યોતિ જ્ઞાન અને વિવેક જેવા ઈશ્વરીય ગુણોને પ્રગટ કરે છે.
દીપકની પાત્રતા, લગન સ્નેહ અને પ્રકાશનો સમન્વય છે. પાત્રની પાત્રતા પ્રમાણિકતાનું પ્રતીક છે.
ઘીને સ્નેહ કહે છે, જે પ્રત્યેક માનવના વ્યવહારમાં હોવો જોઇએ. કર્મઠતા અને લગન જ્યારે વ્યવહારમાં ઊતરે છે, ત્યારે ઈશ્વરી પ્રભા આલોક્તિ થાય છે.
દિવાળીની પૂજાનો મૂળ ઉદ્દેશ્ય જ્ઞાનના આલોકથી અંતર્ના અંધકારને દૂર કરવાનો છે. લક્ષ્મી સદૈવ સદાચારીનું જ વરણ કરે છે – અત: લક્ષ્મીવાન બનવા માટે જરૂરી છે કે સદ્ગુણોના વિસ્તારોને વિકસિત કરવામાં આવે.
સર્વના ઉજ્જ્વળ ભવિષ્ય માટે દિવાળીનું પર્વ નવા વર્ષના ઉપલક્ષ્યમાં પુન: આરાધ્ય ગુરુસત્તાને હાર્દિક પ્રાર્થના.
સંવત ૨૦૬૯ ના નુતન વર્ષે ……………
આપ સર્વે કુટુંબી જનોને દીપાવલીની શુભ કામના સાથે નુતન વર્ષાભિનંદન
LikeLike
જય ગુરૂદેવ,
મારા તરફથી આપને શુભ દીપાવલી અને નવા વર્ષની ખુબ-ખુબ શુભેચ્છાઓ….
LikeLike