સંપૂર્ણ ક્રાંતિ માટે યુવાનોની તૈયારી – ફ્રી ડાઉન લોડ
November 17, 2012 Leave a comment
“પોતાનું મૂલ્ય સમજો અને વિશ્વાસ કરો કે તમે સંસારની સૌથી મહત્વપૂર્ણ વ્યક્તિ છો”.
ઇતિહાસ સાક્ષી છે કે યુવાનોની શક્તિ, સાહસ અને અદમ્ય ઊર્જાના સંકલ્પની મદદથી સદૈવ નવા-નવા યશ પ્રાપ્ત કર્યા છે.રાણા, શિવાજી, ભગતસિંહ અને ઝાંસીની રાણીના સમયના મંત્ર ભણો. હવે એકવીસમી સદીના ઉજ્જ્વલ ભવિષ્ય માટે તમારા સમગ્ર જીવનનું રૂપાંતર જરૂરી છે.
યુવાન સંન્યાસી સ્વામી વિવેકાનંદનો સંદેશ :
યુવાનો ! તમે બળવાન બનો, (શરીરથી, મનથી અને આત્માથી). દુઃખ ભોગનું એકમાત્ર કારણ દુર્બળતા છે. આ૫ણે દુઃખી થઈ જઈએ છીએ, જાતજાતના ગુનાઓ કરીએ છીએ, કેમ કે આ૫ણે દુર્બળ છીએ. આ૫ણે દુઃખ ભોગવીએ છીએ, કેમ કે આ૫ણે દુર્બળ છીએ. જ્યાં આ૫ણને દુર્બળ કરી નાખતી કોઈ વસ્તુ નથી, ત્યાં નથી મૃત્યુ કે નથી દુઃખ.
સંપૂર્ણ ક્રાંતિ માટે યુવાનોની તૈયારી ગુજરાતી ફ્રી ડાઉન લોડ
Download free (P.D.F. FILE) : page 1-41 : size : 469 KB

વિચારોને વિચારોથી કાપવા, આસ્થાઓનું શુદ્ધીકરણ અને ઊંધાને ઉલટાવીને સીધું કરવું એ જ વિચારક્રાંતિનું લક્ષ્ય છે.
સદ્દજ્ઞાનનો પ્રકાશ અજ્ઞાનરૂપી અંધકારને દૂર કરવાનું કાર્ય પૂરું કરે. અમારા વિચારો ખૂબ તીક્ષ્ણ અને ધારદાર છે.
દુનિયાને બદલવાનો જે દાવો અમે કરીએ છીએ. તે સિદ્ધિઓથી નહિ, પરંતુ અમારા સશક્ત વિચારોથી કરીએ છીએ.
આપ આ વિચારોને ફેલાવવામાં અમને મદદ કરો..
– પં. શ્રીરામ શર્મા આચાર્ય.
પ્રતિભાવો