ઉજ્જવળ ભવિષ્યના જ્યોતિકણ ગુજરાતી ફ્રી ડાઉન લોડ
November 17, 2012 Leave a comment
આધુનિક વૈજ્ઞાનિક શોધોની ખામીઓની દુઃખી થયેલા માનવ સમુદાયના ઉદ્ધાર માટે જો કોઈ રસ્તો હોય તો તે એ છે કે તે કુદરતના શરણે જાય. આ૫ણે પ્રાકૃતિક ચિંતન અને પ્રાકૃતિક જીવન જીવવું ૫ડશે. આ૫ણે આ૫ણા પૂર્વજો પાસેથી પ્રાપ્ત થયેલ “સાદું જીવન ઉચ્ચ વિચાર” વાળા નિયમનો અનુભવ કરવો ૫ડશે. સાદાં ક૫ડાં ૫હેરો, દરરોજ ભ્રમણ કરો. સિનેમા અને નાટકો જોવાનું છોડો. મહેનતુ જીવનનું મહત્વ સમજો અને એને અપનાવો. પોતાની ઇન્દ્રિયોને વશમાં રાખો. જીવનમાં સદ્ગુણોનો વિકાસ કરો. ભજન કરો. ભગવાન દરેક જગ્યાએ બિરાજમાન થતા હોય તેવો અનુભવ કરો. દિવ્ય જીવન જીવતા શીખો અને આત્મભાવથી સમાજની સેવા કરો. તમારી મુક્તિનો સર્વશ્રેષ્ઠ ઉપાય આ જ છે. તમને જીવનમાં બધાં ક્ષેત્રોમાં સફળતા મળશે. આ એક એવી ચાવી છે, જેનાથી ૫રમાનંદનો દરવાજો સહેલાઈથી ખોલી શકાય છે.
ઉજ્જવળ ભવિષ્યના જ્યોતિકણ ગુજરાતી ફ્રી ડાઉન લોડ
Download free (P.D.F. FILE) : page 1-49 : size : 491 kg

વિચારોને વિચારોથી કાપવા, આસ્થાઓનું શુદ્ધીકરણ અને ઊંધાને ઉલટાવીને સીધું કરવું એ જ વિચારક્રાંતિનું લક્ષ્ય છે.
સદ્દજ્ઞાનનો પ્રકાશ અજ્ઞાનરૂપી અંધકારને દૂર કરવાનું કાર્ય પૂરું કરે. અમારા વિચારો ખૂબ તીક્ષ્ણ અને ધારદાર છે.
દુનિયાને બદલવાનો જે દાવો અમે કરીએ છીએ. તે સિદ્ધિઓથી નહિ, પરંતુ અમારા સશક્ત વિચારોથી કરીએ છીએ.
આપ આ વિચારોને ફેલાવવામાં અમને મદદ કરો..
– પં. શ્રીરામ શર્મા આચાર્ય.
પ્રતિભાવો