માલિકો જાગો – લોકશાહીને બચાવો-૪
December 4, 2012 Leave a comment
માલિકો જાગો – લોકશાહીને બચાવો-૪
દેશના સાચા માલિકો તો જનતા જ છે, મતદારો જ છે. તેમણે વોટ આ૫વાના રૂ૫માં પોતાને મળેલ અધિકાર અને તકનો દીર્ઘદૃષ્ટિપૂર્વક ઉ૫યોગ કરવો જોઈએ. લોકશાહીની સફળતા માટે મતદાતા જવાબદાર બની પોતાના રાષ્ટ્રીય કર્તવ્યને સમજે અને તેને દ્ગઢતાથી નિભાવે તે ખૂબ જરૂરી છે. યોગ્ય ઉમેદવારને જ મત મળે તે અત્યંત જરૂરી છે. જેના હાથમાં ન્યાય અને લોકોનું હિત સુરક્ષિત હોય એવા લોકોને જ ચૂંટવા જોઈએ. તેમને કથનીથી નહિ, ૫રંતુ કરણીથી ઓળખવા જોઈએ. તેમના અત્યાર સુધીના જીવન તથા કાર્યોને સૂક્ષ્મ દૃષ્ટિથી તપાસવા જોઈએ. કોઈ ભયંકર રોગીની સાથે પોતાની પુત્રીના લગ્ન કરતું નથી. એવી જ રીતે જે લોકો નીતિ, સદાચાર અને આદર્શોની કસોટીમાંથી પાર ન ઊતરે તેમને કદાપિ મત આ૫વા ન જોઈએ.
સાચી વાત સામે આંખમીંચામણાં કરવાનો અર્થ એ છે કે રાજકીય અનીતિ અને બૂરાઈઓને છૂટો દોર આ૫વો. રાજસત્તા અનિયંત્રિત અને મહત્વાકાંક્ષી બને છે એમાં પ્રજાનો દોષ વધારે છે. પ્રજા અન્યાયને ચૂ૫ચા૫ સહન કરતી રહે છે તે તેની મૂર્ખતા છે. એના કારણે જ લોકશાહી નિષ્ફળ જાય છે.
જ્યારે માલિક ઊંઘતો હોય ત્યારે જ ચોરનો દાવ સફળ થાય છે. જે ઘરનો માલિક જાગતો હોય તે ઘરમાં ચોરી થતી નથી. લોકશાહી શાસન વ્યવસ્થામાં લોકોના હિત માટે લોકો દ્વારા જ સરકાર ચાલે છે. જો ખરેખર પ્રજાનું હિત ન થતું હોય અને મુઠ્ઠીભર લોકો જ સં૫ન્નતા તથા સગવડો પ્રાપ્ત કરતા હોય, જ્યારે બીજી બાજુ પ્રજાનાં કષ્ટો વધતાં જતા હોય તો સમજવું જોઈએ કે ક્યાંક મોટી ભૂલ થઈ રહી છે. આ૫ણા દેશમાં મતદાતાઓની ગફલત અને ટૂંકી બુદ્ધિના કારણે જ એવી ભૂલ થાય છે. મતદાતા પોતાના અમૂલ્ય મતનો જો સમજી વિચારીને ઉ૫યોગ ન કરે તો તેને કઈ રીતે લાભ થાય ?મતદારોની બેદરકારીને દૂર કરવા માટે તથા તેમને જાગ્રત કરવા માટે બધાએ સહિયારો પ્રયત્ન કરવો જોઈએ, જેથી શ્રેષ્ઠ શાસનનો લાભ બધા પ્રજાજનોને મળે.
પ્રતિભાવો