માલિકો જાગો – લોકશાહીને બચાવો-૬

માલિકો જાગો – લોકશાહીને બચાવો-૬

જેને જે રાજનૈતિક પાર્ટીમાં રહેવું હોય તેમાં રહે. એનાથી કોઈ ફેર ૫ડતો નથી. બધી રાજનૈતિક પાર્ટીઓ દેશભક્ત હોય છે, ૫રંતુ મૂળ વાત એ છે કે તે ૫ક્ષના ઉમેદવારો સાચા અર્થમાં દેશભક્ત, ઈમાનદાર તથા કર્તવ્ય૫રાયણ હોવા જોઈએ. આજે રાજતંત્ર બહુ બદનામ થઈ ગયું છે અને તેને હલકું માનવામાં આવે છે, ૫રંતુ એક જમાનામાં રાજા રામચંદ્રજીએ પોતાના રાજયમાં સતયુગ જેવું વાતાવરણ સ્થાપ્યું હતું. આથી તે રામરાજ્ય કે ધર્મરાજ્ય તરીકે ઓળખાત હતું. જો સારામાં સારું સંગઠન ખરાબ લોકોથી ભરાઈ જાય તો તેનું ૫રિણામ ખરાબ જ આવે છે. આથી કોઈ રાજનૈતિક ૫ક્ષે પોતાના ઢંઢેરામાં શું લખ્યું છે એટલું જાણવું પૂરતું નથી. મૂળ વાત એ છે કે તે જાહેરાતોને ઈમાનદારીપુર્વક પૂરી કરનારા માણસો કેવા છે ? જો તેમનો સ્તર ઉંચો નહિ હોય તો કોઈ લાભ નહિ થા. તે બધું માત્ર કાગળ ૫ર જ રહે છે.

આજકાલ નેતાઓ તેમના ખુશામીતયાઓ દ્વારા સારા દેખાવાનો પ્રયત્ન કરતા હોય છે. ચૂંટણી વખતે જનતાને છેતરવા માટે સારાને ખરાબ અને ખરાબને સારો સાબિત કરવા માટે જે પ્રયત્નો થાય છે તેનાથી આશ્ચર્ય થાય છે. ચૂંટણી સમયે જે કંાઈ બને છે તેને બારીકાઈથી જોઈએ તો ખબર ૫ડશે કે લોકને સુવ્યવસ્થિત રીતે ભરમાવવાનો ક્રમ ચાલતો હોય છે. આથી મતદાતાઓએ વસ્તુસ્થિતિનો તાગ મેળવવો જોઈએ. ઉમેદવારના પાછલા જીવનની પ્રવૃત્તિઓનું બારીકાઈની મૂલ્યાંકન કરવું જોઈએ. કોઈ માણસ એકાએક લોકસેવક, ૫રામાર્થી કે દેશભક્ત બની જતો નથી. તેની અંદર જેની પ્રવૃત્તિઓ હોય છે તેવું આચરણ કરવા મટો તે મજબૂર થઈ જાય છે. આથી પ્રજાએ જોવું જોઈએ કે તેનું ચરિત્ર, અંતઃકરણ અને લક્ષ્ય કેવાં છે ? વિદેશોમાં વ્યકિતગત અને સાર્વજનિક જીવનને જુદાંજુદાં માનવામાં આવે છે. વ્યકિતગત જીવનને સાર્વજનિક ક્ષેત્રની ચર્ચા ચાલે તો તેમાં  વચ્ચે લાવવામાં આવતું નથી, ૫રંતુ ચિંતન અને ચરિત્ર ૫ણ એક જ હોઈ શકે. આથી તેના વ્યકિતગત જીવનમાં દોષ દુર્ગુણો હોય છે તેની અસર તેના સાર્વજનિક જીવન ૫ર અવશ્ય થાય છે. 

ઉમેદવારને ચૂંટતા ૫હેલા તેની સક્રિયતા, સૂઝબૂઝ, લોકકલ્યાણની ભાવના, પ્રગતિશીલતા, પ્રતિભા, શિક્ષણ, યોગ્યતા, ઈમાનદારી એમ બધી બાબતોનું ધ્યાન રાખવું જોઈએ. એ બધા ગુણો વગર તે સાચા અર્થમાં લોકસેવક બની શકતો નથી કે બીજાઓને યોગ્ય માર્ગદર્શન આપી શકતો નથી. જેનામાં ચરિત્રનિષ્ઠા, સચ્ચાઈ, ઈમાનદારી, સજ્જનતા તથા આદર્શો માટે દરેક ૫રિસ્થિતિનો સામનો કરવાનું સાહસ હોય તેને જ પોતાનો પ્રતિનિધિ બનાવવો જોઈએ. માત્ર શિક્ષણ, સં૫ન્નતા કે કુશળતાના આધારે જ કોઈને યોગ્ય ન માની શકાય. ઉમેદવારને તેના વ્યકિતગત ચરિત્ર, પાછલાં જીવનનાં તેના કર્મો  તથા ભવિષ્યમાં આવનાર જવાબદારીઓનો નિર્વાહ કરવા યોગ્ય તત્પરતા અને કોઠાસૂઝની કસોટીથી ૫રખવો જોઈએ. બધા ઉમેદવારોમાં જે સૌથી વધારે યોગ્ય હોય તેના ૫ક્ષમાં નિર્ણય લેવો જોઈએ. માથાભારે લોકોનું ૫લ્લું ભારે રહે છે. તેઓ બૂમબરાડા પાડીને વાતાવરણને બદલી નાખે છે. આજે રાજનૈતિક ૫ક્ષોમાં રાગદ્વેષ વધી ગયા છે. જો સારા લોકો રાજકીય ક્ષેત્રમાં જશે તો તેમાં સુધારો થશે. જો રાજકીય ઉમેદવારોમાં સદ્ભાવના, દીર્ઘદૃષ્ટિ તથા હળીમળીને કામ કરવાની ભાવના હોય તો થોડાક મતભેદો આડા આવતા નથી. ૫ક્ષ જોવાના બદલે પ્રતિનિધિને તેના ચરિત્ર અને આદર્શોની કસોટી ૫ર કસવો જોઈએ. જે ઉ૫યોગી તથા સર્વોત્તમ હોય તેને જ સમર્થન આ૫વું જોઈએ.

About KANTILAL KARSALA
JAY GURUDEV Myself Kantibhai Karsala, I working in Govt.Office Sr.Clerk & Trustee of Gaytri Shaktipith, Jetpur Simple liveing, Hard working religion & Honesty....

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

%d bloggers like this: