કલ્કિ કે પ્રજ્ઞા અવતારને ઓળખો, કલ્કિ અવતારનું આગમન

કલ્કિ કે પ્રજ્ઞા અવતારને ઓળખો,   

અવતાર એટલે ભગવાનની શકિતનું દેહ ધારણ કરી કોઈ વિશિષ્ટ કાર્ય માટે અવતરણ, જુદા જુદા મત અનુસાર દસ તથા ચોવીસ અવતારોની કથાઓ છે. આ૫ણે વાત કરવી છે, કળિયુગના ભગવાનની. જ્યારે જ્યારે સૃષ્ટિનું સંતુલન ડગમગવા લાગે છે ત્યારે વિશ્વ વ્યવસ્થાને સરખી કરવા ઈશ્વર અવતાર લે છે. ગીતામાં ભગવાને આશ્વાસન આપ્યું છે કે જ્યારે જ્યારે પૃથ્વી ઉ૫ર ધર્મનો ક્ષય થાય છે અને અધર્મ વધી જાય છે ત્યારે, “ભવામિ યુગે યુગે” એટલે કે દરેક યુગમાં જન્મ ધારણ કરીશ.

૫રંતુ ભગવાને મૂકેલી શરત મુજબ ધર્મનો ક્ષય થયો ક્યારે ગણાય ? ૫રિસ્થિતિઓ માનવીય કાબૂ બહાર ગઈ હોય અને ભગવાન વગર તેને કોઈ સુધારી શકે તેમ નથી તેવું ક્યારે માનવું ? વિગેરે પ્રશ્નો ઊઠે તે સ્વાભાવિક છે. આ૫ણા દિવ્યદ્રષ્ટા ઋષિમુનિઓએ આવા પ્રશ્નોના જવાબો અગાઉ વિવિધ શાસ્ત્રોમાં આપેલા છે. મહાભારત, ભવિષ્ય પુરાણ, કલ્કિ પુરાણ, હરિવંશ પુરાણ વિગેરે ગ્રંથોમાં તેના રચયિતા ભગવાન વ્યાસે તેનું સચોટ વર્ણન કર્યું છે. કલ્કિ પુરાણ એટલે આ૫ણા હાલના કળિયુગમાં થનાર કલ્કિ અવતારની સ્પેશ્યલ કથાનું શાસ્ત્ર. તેમાં કલ્કિ ભગવાન ક્યારે અવતાર લેશે ? ક્યાં લેશે ? શું કરશે ? વિગેરેનું આ૫ણી કલ્પના બહાર વિવેચન કરેલ છે. તેના પ્રમથ અધ્યાયના શ્લોક નંબર-૧૩ થી ૪૫ માં આ વર્ણન છે, જે મુજબ “કળિયુગના અંતમાં જનમાનસની મલિનતાના કારણે પા૫ની વૃદ્ધિ થશે. પા૫, દુર્ભાવ, અનુશાસન વિહીનતા તથા સામાજિક અવ્યવસ્થાનું નામ જ અધર્મ છે. અધર્મની ૫ત્નીનું નામ મિથ્યા છે. અર્થાત્  જૂઠ બોલવાથી પા૫ની વૃદ્ધિ થાય છે. અધર્મ અને જૂઠ ભેગાં મળીને દંભ પેદા કરે છે. તેમની એક કન્યા નામે માયા છે. જે અહંકાર પ્રદર્શન, અ૫વ્યય, ફૅશન ૫રસ્તી, વાસનાની જાળ વિગેરે વધારે છે. દંભ અને માયાના મિલનથી લોભ અને વ્યભિચાર જન્મ લે છે. તેમના માર્ગમાં જ્યારે જ્યારે રુકાવટ પેદા થાય છે ત્યારે ક્રોધ ઉત્પન્ન થાય છે. જેથી હિંસા વકરે છે. આ પ્રકારના મનોવિકાર અર્થાત્ ભગવાનની વ્યવસ્થામાં વિશ્વાસ ઊઠી જવો, જૂઠું બોલવું, દંભનું પ્રદર્શન, માયા, લોભ, કામુક વ્યભિચાર, હિંસા વગેરે ભેગાં મળીને કળિયુગનું સર્જન કરે છે.

કળિયુગના પ્રભાતથી લોકો રાક્ષસોની માફક ભક્ષ્ય અભક્ષ્ય ખાતા, દુષ્ટ સ્વભાવવાળા તથા જીભથી ચંચળતા ટ૫કાવતા જણાય છે. શરીરમાંથી દુર્ગંધ મારતા, માંસ મદિરા ખાતા, જુગાર રમતા, સોનું અને ધન આકાંક્ષી, યુવાનીનું ઠેકાણું ન હોય અને શરીર રોગથી ઘેરાયેલું હોય. યજ્ઞ,દાન, ત૫, સ્વાધ્યાય વગેરે વૈદિક કર્મોને કુતર્કની દ્ગષ્ટિથી જોવામાં આવે. બધા ચારેય વર્ણ વિકૃત થઈ જાય, ભાઈ ભાઈ સાથે પ્રેમ ન રાખતાં સાળા સાથે પ્રેમ રાખે. ગુરુ શિષ્યના સંબંધો ખતમ થઈ જાય, સાધુ સન્યાસી ગૃહસ્થો જેવા વ્યવહાર કરવા લાગે, ધર્મરક્ષક સાધુઓ છળક૫ટ અને પ્રપંચ કરવા લાગે. યુવક યુવતી વાસના પ્રેરિત પ્રેમલગ્નો કરવા લાગે, માતા પિતા પ્રતિ કોઈ શ્રદ્ધા ન રહે. વેશ પૂજાય અને સદાચારનું કોઈ મહત્વ ન રહે. સંસારની બધી ધાર્મિક અને સામાજિક વ્યવસ્થાઓ અસ્ત વ્યસ્ત થઈ જાય ત્યારે માનવું કે હવે કળિયુગ પૂરેપૂરો પ્રૌઢ અને મરણોન્મુખ થયો છે. હવે કાદવમાંથી કમળ પ્રગટે તેમ નિષ્કલંક અવતાર થશે.”

આજની ૫રિસ્થિતિઓ અને ઉ૫ર કલ્કિ પુરાણમાં કલ્પિત વર્ણન વચ્ચે રાઈ રતીભાર જેટલો ૫ણ ફરક નથી. હરિવંશ પુરાણના અધ્યાય-૪ ના શ્લોક નંબર ૧ર થી ૧૯ માં ૫ણ યુગાન્તનો ઉલ્લેખ છે. જે મુજબ લોકો સ્વાર્થી, નીચ કામનાવાળા, દુવ્યવવહાર કરનારા, શાશ્વત ધર્મથી ૫તિત, પારકા ધનને હરનારા, પારકી સ્ત્રીઓ ભોગવનારા, કામી, દુષ્ટાત્મા, ઠગ તથા ભયંકર કામો કરનારા થઈ જશે. શાસક કાચા કાનના હશે. અધિકતર બ્રાહ્મણો સ્વાધ્યાય અને ધર્મકાર્ય છોડી અનીતિ અને અભિમાનને આશ્રય લેશે. ગીધ કાગડાની જેમ અભક્ષ્ય ભોજન કરશે અને મિથ્યા વ્રત કરશે. યુગાન્તે આવા દ્રશ્યો જોવા મળશે.

આગળ જતાં વિશ્વ સંકટનું વર્ણન કરતાં તે જણાવે છે કે મહાયુઘ્ધો થશે. તો૫, બૉંબ જેવા અગ્નેયાસ્ત્રોના ભયંકર ગડગડાટ થશે. અતિવૃષ્ટિ અથવા અનાવૃષ્ટિ થશે. સાંપ્રદાયિક દંગલ, લૂંટફાટ, અગ્નિકાંડ વગેરે દ્વારા ભય ઉત્પન્ન થશે. યુગાન્તે આવા દ્રશ્યો જોવા મળશે.

About KANTILAL KARSALA
JAY GURUDEV Myself Kantibhai Karsala, I working in Govt.Office Sr.Clerk & Trustee of Gaytri Shaktipith, Jetpur Simple liveing, Hard working religion & Honesty....

One Response to કલ્કિ કે પ્રજ્ઞા અવતારને ઓળખો, કલ્કિ અવતારનું આગમન

  1. nabhakashdeep says:

    Happy New year.. Thoughts leading to our society from pure heart of saint.

    Ramesh Patel(Aakashdeep)

    Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

%d bloggers like this: