પ્રો. હરાર : દિવ્યદ્રષ્ટાઓનું અવતાર તથા દિવ્ય દર્શન-૨/૨૪
January 4, 2013 Leave a comment
પ્રો. હરાર :
ભવિષ્યવકતાઓમાં પ્રો. હરારનું સ્થાન અનન્ય છે. આ ધાર્મિક ઈઝરાયેલી નાગરિક યુરોપ-અમેરિકામાં દેવદૂત તરીકે ઓળખાય છે. તેઓ મુખ્યત્વે તારીખ સહિત ભવિષ્યવાણીઓ કરતા. ભારત-પાકિસ્તાન યુદ્ધની તારીખ તેઓશ્રીએ બે વર્ષ ૫હેલાં જણાવી દીધી હતી. બાંગ્લાદેશના અભ્યુદાની જ્યારે તેમણે આગાહી કરી ત્યારે કોઈને કલ્પના સુધ્ધા નહોતી. તેમના કથન મુજબ અમેરિકા-રશિયા સાથે મળીને ચીનને હંફાવશે.
ભારત અંગે આગાહી કરતા તેઓ લખે છે કે ભારત તથા ઈઝરાયેલ ગાઢ મિત્રો બનશે. ઈ.સ. ૧૯૮૦ થી ર૦૦૦ નો સમય ભારત માટે વધુ ઉન્નતિદાયક છે. તેમના કથન મુજબ ભારતમાં એક એવા વ્યકિતને જન્મ ધારણ કરી લીધો છે કે જે સંપૂર્ણ વિશ્વનું માર્ગદર્શન કરશે. દુનિયાનું નેતૃત્વ તેના શિષ્યો અને સહયોગીઓના હાથમાં હશે કે જેની લોકોએ કલ્પના ૫ણ ન કરી હોય. આ લોકો વીર હોવાની સાથે સાથે ધર્મનિષ્ઠ ૫ણ હશે.
પ્રતિભાવો