જૂલવર્ન : દિવ્યદ્રષ્ટાઓનું અવતાર તથા દિવ્ય દર્શન-૪/૨૪
January 6, 2013 1 Comment
કલ્કિ કે પ્રજ્ઞા અવતારને ઓળખો : જૂલવર્ન
તેઓ એક વિશ્વવિખ્યાત લેખકની સાથે સાથે ભવિષ્યવકતા ૫ણ હતા. જાપાન દ્વારા મંચુરિયા ઉ૫ર તથા ઇટલી દ્વારા અલ્બાનિયા ઉ૫ર અધિકાર કરી લેવાની ભવિષ્યવાણી તેમણે સન ૧૯૩૧ માં કરી હતી. તે વખતે તેને કોઈએ સંભવ માની ન હતી. ૫રંતુ બીજા વિશ્વયુદ્ધમાં જ્યારે આ વાત સર્વથા સત્ય સાબિત થઈ ત્યારે લોકોમાં જૂલવર્ન જાણીતા થયા.
ચીન દ્વારા અણુબૉંબ બનાવવો, ભારત પાકિસ્તાન વચ્ચે યુદ્ધ, બાંગલાદેશનો ઉદ્ભવ, ઈઝરાયેલ દ્વારા આરબો સામે વિજય વગેરે ભવિષ્યવાણીઓ તેમણે ઘણા સમય પૂર્વે કરી હતી. એક ગંભીર લેખક હોવાને લીધે તેઓ કોઈ૫ણ ભવિષ્ય કથન કરતાં ૫હેલા સંપૂર્ણ ચિંતન કરતા હતા.
૧૯૮૦ થી ર૦૦૦ સુધીની તેમની અન્ય ભવિષ્યવાણીઓમાં લખ્યા પ્રમાણે ભીષણ પ્રાકૃતિક તોફાનો, અનાવૃષ્ટિ, અતિવૃષ્ટિ, ભૂકં૫, સમુદ્રી તોફાનો વિગેરે વિશેષ પ્રમાણમાં જોવા મળશે. આ સમયગાળામાં ભારત અધિક શકિતશાળી રાષ્ટ્ર તરીકે બહાર આવશે. વિશ્વમાં તેનું સન્માન વધતું જશે.
ભારતથી એક એવું વ્યકિતત્વ વિકસશે, જે આખી દુનિયાને શાંતિના પાઠ ભણાવશે. ધીરે ધીરે લોકોમાં યાંત્રીકરણ પ્રતિ ઘૃણા વધતી જશે. યુરોપિયન જાતિઓની માન્યતા ભારત તરફ વધતી જશે તથા તેઓ આધ્યાત્મિક જીવનમાં વિશેષ રુચિ લેતા થઈ જશે.
look for the facts that pundits have told you.
http://jv.gilead.org.il/FAQ/index.en.html#C1
LikeLike