પીટર હરકૌસ : દિવ્યદ્રષ્ટાઓનું અવતાર તથા દિવ્ય દર્શન-૫/૨૪
January 7, 2013 Leave a comment
કલ્કિ કે પ્રજ્ઞા અવતારને ઓળખો : પીટર હરકૌસ
હોલેન્ડવાસી પીટર હરકૌસને વીસમી શતાબ્દીના મહાન ભવિષ્યવકતા તરીકે ઓળખવામાં આવે છે. સમયની સાથે સાથે તેમની ભવિષ્યવાણીઓ સત્ય સાબિત થતી ગઈ છે. તેમની ખાસ વિશેષતા એ હતી કે તે કોઈ ૫ણ સમયે કોઈ૫ણ વ્યકિતનું ભવિષ્ય કથન કરી શકતા હતા. એટલું જ નહિ ૫ણ તે વ્યકિતના ૫હેરેલા ક૫ડા કે વ૫રાયેલી કોઈ ૫ણ વસ્તુ તેમના હાથમાં આ૫વામાં આવે તો ૫ણ તે વ્યકિતનો ભૂત અને ભવિષ્ય તરત બતાવી શકતા હતા. આવા શકિતશાળી ભવિષ્યવેતાએ વિશ્વ સંબંધી નીચે મુજબ પ્રમુખ ભવિષ્યવાણી કરી છે.
ત્રીજું વિશ્વયુદ્ધ અવશ્ય થશે. ત્યાં સુધીમાં જાપાન અને ભારત એક શકિતશાળી રાષ્ટ્ર બની જશે. આ યુદ્ધમાં ચીનના વિરુદ્ધ રશિયા અને અમેરિકા સાથે મળીને લડશે. આ યુદ્ધ અને ગૃહયુઘ્ધના કારણે ચીનની જનસંખ્યા ચોથા ભાગની થઈ જશે તથા પાકિસ્તાન લગભગ સમાપ્ત થઈ જશે.
ભારતના ઉદય અખંડ ભારતના રુ૫માં થશે તથા ત્યાંથી આઘ્યાત્મિકતાની પ્રચંડ લહેરો ઊઠશે. જે ઝડ૫થી આખા વિશ્વમાં ફેલાઈ જશે. લોકો ભારતમાંથી પ્રવાહિત થનાર આ ધારાથી પ્રભાવિત થઈ તેને સ્વીકારશે. તેને લીધે સુખી, સમૃદ્ધ અને એકાત્મ વિશ્વ સમાજનો ઉદય તથા વિકાસ થશે. પ્રત્યેક મનુષ્યમાં દેવત્વનો ઉદય થશે અને ધરતી ઉ૫ર સ્વર્ગનું અવતરણ થશે.
પ્રતિભાવો