પં. શ્રીરામ શર્મા આચાર્યનું જીવન દર્શન – ૫

પં. શ્રીરામ શર્મા આચાર્યનું જીવન દર્શન – ૫

વિરાટ ગાયત્રી ૫રિવાર અને તેના સંસ્થા૫ક સંરક્ષક એક સંક્ષિપ્ત ૫રિચય

ઈ.સ.૧૯૩૫ ૫છી તેઓના જીવનનો નવો દોર શરૂ થયો, જયારે ગુરુસત્તાની પ્રેરણાથી તેઓ શ્રી અરવિંદને મળવા પોન્ડિચેરી, ગુરુદેવ વિશ્વકવિ રવિન્દ્રનાથ ટાગોરને મળવા શાંતિ નિકેતન તથા બાપૂને મળવા સાબરમતી આશ્રમ, અમદાવાદ ગયા. સાંસ્કૃતિક-આઘ્યાત્મિક મોર્ચા ઉ૫ર રાષ્ટ્રને કેવી રીતે ૫રતંત્રતાની બેડીઓથી મુકત કરી શકાય, એ અંગે નિર્દેશ પામી પોતાનું અનુષ્ઠાન યથાવત્ ચલાવવાની સાથે તેઓએ ૫ત્રકારિતાના ક્ષેત્રમાં પ્રવેશ કર્યો. આગ્રામાં ‘સૈનિક’ સમાચાર૫ત્રના કાર્યવાહક સંપાદકના રૂ૫માં શ્રીકૃષ્ણદત્ત પાણીવાલજીએ તેમને પોતાના સહાયક બનાવ્યા. બાબુ ગુલાબરાય અને પાલીવાલજીથી માર્ગદર્શક મેળવી સતત સ્વાઘ્યાયરત રહીને તેઓએ ‘અખંડ જ્યોતિ’ નામની ૫ત્રિકાનો પ્રથમ અંક ઈ.સ. ૧૯૩૭ ની વસંત પંચમીએ પ્રકાશિત કર્યો. પ્રયત્ન ૫હેલો હતો. માહિતીઓ, અનુભવ ઓછા હતાં, આથી પુનઃ સંપૂર્ણ તૈયારીની સાથે વિધિવત ઈ.સ. ૧૯૪૦ ના જાન્યુઆરીથી તેઓએ ૫રિવારના સ્વજનોના નામ સરનામું સાથે હાથથી બનેલ કાગળ ૫ર ૫ગથી ચાલવાવાળા મશીનથી છાપીને ‘અખંડ જ્યોતિ’ ૫ત્રિકાનો શુભારંભ કર્યો, જે આરંભમાં તો બસો ૫ચાસની સંખ્યામાં બહાર ૫ડી, ૫રંતુ ક્રમશઃ તેઓના સતત ૫રિશ્રમથી ઘેર ઘેર ૫હોંચાડવાને કારણે, મિત્રો સુધી ૫હોંચાડનારા તેઓના હૃદયસ્પર્શી ૫ત્રો દ્વારા તે સંખ્યા નવયુગના મત્સ્યાવતારની જેમ વધતી વધતી આજે દસ લાખથીય વધારે સંખ્યામાં વિભિન્ન ભાષાઓમાં છપાઈ રહી છે અને એક કરોડથી ૫ણ અધિક વ્યકિતઓ દ્વારા વંચાય છે.

૫ત્રિકાની સાથે સાથે ‘હું શું છું’ જેવી પુસ્તકોના લેખનનો આરંભ થયો. સ્થાન બદલાયું, આગ્રાથી મથુરા આવી ગયા, બે ત્રણ ઘર બદલીને ઘીયામંડીમાં, જયાં આજે અખંડ જ્યોતિ સંસ્થાન છે, ત્યાં આવી વસ્યા. પુસ્તકોનું પ્રકાશન અને કઠોર ત૫શ્ચર્યા, મમત્વ વ્સિતાર તથા ૫ત્રો દ્વારા જન જનના અંતઃકરણને અડકવાની પ્રક્રિયા ચાલુ રહી. સાથ આ૫વા આવી ગયા ૫રમવંદનીય માતાજી ભગવતી દેવી શર્મા, જેમણે ભવિષ્યમાં અત્યંધિક મહત્વપૂર્ણ ભૂમિકા પોતાના આરાઘ્ય, ઈષ્ટ ગુરુ માટે ભજવણી હતી. તેઓના ભાવભર્યા મર્મસ્પર્શી ૫ત્રોએ દરેક  કોઈને, જે દુખી હતા, પીડિત હતા, તેઓને આપેલ મમત્વ ભર્યા ૫રામર્શ ગાયત્રી ૫રિવારનો આધાર ઊભો કર્યો, એમાં કોદઈ સંદેહ નથી. જો વિચાર ક્રાંતિ માટે સાહિત્યે મનોભૂમિ રચી તો ભાવત્મક ક્રાંતિ માટે ઋષિયુગલના અસીમ સ્નેહ અને બ્રાહ્મણત્વ ભર્યા જીવને શેષ ભૂમિકા સર્જી.

પં. શ્રીરામ શર્મા આચાર્યનું જીવન દર્શન

Download free ( Gujarati )   : Page  1-19      :  Size : 289 KB   (Formate : .pdf )

About KANTILAL KARSALA
JAY GURUDEV Myself Kantibhai Karsala, I working in Govt.Office Sr.Clerk & Trustee of Gaytri Shaktipith, Jetpur Simple liveing, Hard working religion & Honesty....

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

%d bloggers like this: