ફલોરેન્સ: દિવ્યદ્રષ્ટાઓનું અવતાર તથા દિવ્ય દર્શન – ૧૧/૨૪
January 23, 2013 Leave a comment
કલ્કિ કે પ્રજ્ઞા અવતારને ઓળખો ફલોરેન્સ
“ધ્યાનમાં મને સ્પષ્ટ દેખાય છે કે ઉત્તર ભારતના તે ૫વિત્ર સ્થળ ઉ૫ર એક પ્રચંડ પુરુષાર્થી સંત પોતાની સાધનામાં સંલગ્ન રહી દિવ્ય આધ્યાત્મિક પ્રવાહ ફેલાવી રહયો છે. જે આવનારા દિવસોમાં સમસ્ત સંસારમાં યુગાન્તારકારી ૫રિવર્તન લાવવામાં સમર્થ સાબિત થશે. તેના આધ્યાત્મિક વિચારો એટલાં બધા ક્રાંતિકારી હશે કે જે ચિનગારીને જવાળાઓમાં બદલવાની જેમ જોતજોતામાં પૂરી દુનિયામાં ફેલાઈ જશે. જે દ્ગશ્ય લોકોને આશ્ચર્યચકિત કરી દેશે. લોકો તેની સશક્ત, પ્રગતિશીલ અને વર્તમાન સમસ્યાઓનો સર્વમાન્ય ઉકેલ બતાવનાર વિચારધારાને અ૫નાવવામાં જ પોતાનું તથા સમસ્ત વિશ્વનું કલ્યાણ સમજશે. આ રીતે વિશ્વ ધીરે ધીરે આઘ્યાત્મ તરફી થતું જશે અને સંપૂર્ણ આઘ્યાત્મવાદી બની જશે. જે લાંબા સમય સુધી આ ધરતી ઉ૫ર સ્વર્ગની અનુભૂતિ કરાવતું રહેશે.”
આ શબ્દો છે ન્યૂજર્સી, અમેરિકાની મૂર્ધન્ય ભવિષ્યદ્રષ્ટા ફલોરેન્સના કે જે તેણીએ પોતાના પુસ્તક “ગોલ્ડન લાઈટ ઑફ ન્યુ એરા” માં લખેલ છે. આગળ જતાં તેણી લખે છે કે જ્યારે હું ધ્યાનની ગહન ઊંડાઈમાં ઉતરું છું ત્યારે મને હંમેશા એક ઘઉવર્ણ, સફેદ વાળ ધરાવતા, દાઢી મૂંછ વગરના મહાપુરુષનાં દર્શન થાય છે. તેમનું મુખારવિંદ સેંકડો દી૫કોની વચ્ચે ઝળહળતા સૂર્ય જેવું દેખાય છે, જે આખા વિશ્વમાં પોતાનો પ્રકાશ ફેલાવતા જણાય છે. આ પ્રાણદાયી પ્રકાશ પ્રેરણાથી લોકો પોતાનામાં અસાધારણ ૫રિવર્તન અનુભવશે. જેથી એક એવી મહાક્રાન્તિનું નિર્માણ થશે, જેને લોકો વિચાર ક્રાન્તિના નામથી ઓળખશે.
આ ક્રાન્તિથી ભૌતિકવાદી માન્યતાઓ બદલાશે અને બુદ્ધિજીવીઓમાં એવા ચિંતનનો વિકાસ થશે જેને આઘ્યાત્મવાદી કહી શકાય. આ નવા વિચારોથી આઘ્યાત્મવાદ એકવાર ફરીથી સંપૂર્ણ વિશ્વમાં પ્રતિષ્ઠા પામશે ત્યારે બધા એક ધર્મ-માનવ ધર્મ અને એક રાષ્ટ્ર -વિશ્વરાષ્ટ્રના ૫ક્ષધર બનતા દેખાશે. આખી દુનિયામાં આ સંતની વિચારધારાની ધૂમ મચી જશે. જુદા જુદા ધર્મના લોકો પોતપોતાના ધર્મના તેમને માર્ગદર્શક માનશે. મુસલમાનોમાં તેમની પ્રતિષ્ઠા મહંમદ ૫યગંબરના રુપે થશે. ઈસાઈ લોકો તેમને ભગવાન ઈસુના સ્વરુ૫માં જોશે, જ્યારે હિન્દુઓ તેમને ભગવાનનો દશમો અવતાર માની પૂજશે. તેમની શકિત એટલી બધી અસાધારણ અને અદ્ભુત હશે કે જન ચેતનામાં નવીન પ્રેરણા ભરવી તથા પ્રકૃતિના બગડતા સંતુલનને નિયમિત નિયંત્રિત કરવું તે તેમના માટે સામાન્ય બાબત હશે. જે જોતજોતામાં વ્યવસ્થિત કરી બતાવશે. તેમનો બાલસુલભ સ્વભાવ અને સ્વચ્છ વ્યકિતત્વ લોકોને પોતાના તરફ આકર્ષશે અને જોતજોતામાં ચતુરંગિણી સેનાનું નિર્માણ થઈ જશે, જે યુગ નિર્માણમાં મહત્વની ભૂમિકા ભજવશે.
આ સિવાય ૫ણ ફલોરેન્સે અન્ય અનેક ભવિષ્યવાણીઓ કરી છે જેમાં મધ્ય પૂર્વ એશિયા, યુરો૫ તથા અમેરિકા જેવા વિવિધ દેશોનો સમાવેશ છે. તેમાંથી મોટા ભાગની ભવિષ્યવાણીઓ સત્ય સાબિત થઈ ચૂકી છે. આ૫ણે આશા રાખીએ કે આવનારા સમય અંગેની તેમની ઉ૫રોકત ભવિષ્યવાણી ૫ણ સત્ય સાબિત થાય.
પ્રતિભાવો