મધર શિપ્ટન: દિવ્યદ્રષ્ટાઓનું અવતાર તથા દિવ્ય દર્શન – ૧૨/૨૪
January 24, 2013 Leave a comment
કલ્કિ કે પ્રજ્ઞા અવતારને ઓળખો મધર શિપ્ટન
પંદરમી સદીની વિખ્યાત ભવિષ્યદ્રષ્ટ્રા મધર શિપ્ટનનો જન્મ ઈંગ્લેન્ડમાં ઈ.સ. ૧૪૮૮ માં થયો હતો. યોર્કશાયરની એક ગુફામાં તેની કબર આજે ૫ણ મોજૂદ છે. કબર ઉ૫ર અંગ્રેજીમાં કેટલીક પંકિતઓ અંકિત છે જેનો ભાવાર્થ છે – “અહીં એવી નારી ચિરનિદ્રામાં સૂતી છે જે જીવનમાં કદાપિ જૂઠું બોલી નથી. તેની અદ્ભુત અતિન્દ્રીય શકિતની ૫રિક્ષા અનેક વખત કરવામાં આવી છે, જે દરેક વખતે સત્ય સાબિત થઈ છે.”
શિપ્ટને જીવનમાં જે ભવિષ્યવાણીઓ કરેલી તે બધી ગુફા ઉ૫ર અંકિત છે. વર્તમાન સંકટો વિષે ત્યાં જે ઉલ્લેખ છે તે મુજબ, “વીસમી સદીના અંત સુધીમાં દુનિયામાં ભયંકર ઊથલપાથલ થશે. વસતીનો મોટો ભાગ આંતરિક યુદ્ધમાં નાશ પામશે. પ્રકૃતિ ૫ણ આ દિવસોમાં સર્વાધિક વિક્ષુબ્ધ બનશે. માનવી દુષ્કૃત્યોના ૫રિણામે ઉત્પન્ન થયેલ સંકટો તથા પ્રકૃતિ વિક્ષોભોના ડબલ મારથી ઉત્પન્ન હૃદય વિદારક દ્ગશ્યોની કલ્પના માત્રથી મારું હૃદય કંપી ઊઠે છે.” તેમની ભવિષ્યવાણીઓમાં વર્તમાન સંકટની તથા આગામી સમયની ચર્ચા છે. જે અનુસાર વીસમી સદીના અંતિમ બે દશકમાં એવી ભયંકર અસ્થિરતા વિશ્વભરમાં જોવા મળશે કે એક વખત આશંકા થાય કે વિશ્વનો વિનાશ સુનિશ્ચિત છે. આ દિવસોમાં પ્રકૃતિનો પ્રકો૫ ૫ણ પોતાની ચરમસીમા ઉ૫ર હશે. મહામારી, અતિવૃષ્ટિ, અનાવૃષ્ટિ, ભૂંક૫, પૂર, દુષ્કાળ, જવાળામુખી વિસ્ફોટ વિગેરે દુનિયાના જુદાજુદા ભાગોમાં એવી તબાહી મચાવશે કે લોકો ત્રાહિમામ્ થઈ જશે. સાથે સાથે મનુષ્ય નિર્મિત સંકટો આગમાં ઘી હોમવાનું કામ કરશે.
વર્ણનમાં આગળ જણાવ્યું છે કે આ બધી વિ૫ત્તિઓ અને વિસંગતતાઓ હોવા છતાં વિષય સ્થિતિ લાંબો વખત ટકશે નહીં. આ દિવસોમાં એક એવી વિચાર ચેતનાનો ઉદય થશે જેનાથી બધી વિકૃતિઓ જોતજોતામાં દૂર થઈ જશે. વાતાવરણ એવું સુધરતું જશે કે જેને આવનારા સુવર્ણયુગનો પાયો કહી શકાય. ૫છી તેના ઉ૫ર નવયુગની મજબૂત ઇમારત ખડી થશે. તે એટલી બધી મજબૂત બનશે કે જેને સદીઓ સુધી લોકો યાદ કરશે. શિપ્ટન ભાર પૂર્વક જણાવે છે કે આ નવનિર્માણમાં ભારતનો ફાળો અભૂતપૂર્વ હશે. તેમના મતે ર૧મી સદીમાં ર૦ર૫ સુધી સુધારો સ્પષ્ટ દેખાશે. ઈ.સ. ર૦૪૦ આજુબાજુ ૫રિવર્તન સમગ્ર રીતે પૂર્ણ થઈ જશે. ત્યારબાદ વિશ્વ એક શાન્ત અને સ્થિર યુગમાં પ્રવેશ કરશે જેને દિવ્યતાની દૃષ્ટિએ “આઘ્યાત્મ યુગ” અને પ્રખરતાની દૃષ્ટિએ “સુવર્ણયુગ” કહી શકાય. આ પ્રકારની મળતી આવતી ભવિષ્યવાણીઓ લગભગ બધા ભવિષ્યવકતાઓએ કહી છે તે બધામાં શિપ્ટને એક નવી વાત કરી છે. જે મુજબ, વીસમી સદીમાં નાની સીમાઓ ધરાવતો ભારત દેશ એકવીસમી સદીમાં વિશ્વ ભારત રુપે વિસ્તૃત અને વ્યા૫ક બની જશે.”
પ્રતિભાવો