ઠાકુર દયાનંદ : દિવ્યદ્રષ્ટાઓનું અવતાર તથા દિવ્ય દર્શન – ૨૦/૨૪
February 1, 2013 Leave a comment
કલ્કિ કે પ્રજ્ઞા અવતારને ઓળખો ઠાકુર દયાનંદ
બંગાળની ‘અરુણાચલ મિશન’ નામની સંસ્થાના સ્થા૫ક ઠાકુર દયાનંદનું કહેવું છે કે – “આગામી યુગમાં પૃથ્વી માણસોની નહીં ૫રંતુ ઈશ્વરની હશે. તેને ઈશ્વરનો ઉત્તરાધિકાર સમજીને જાળવવાની રહેશે. આખી દુનિયા એક પૂર્ણ વસ્તુની માફક પૂરા માનવ સમાજને સોંપી છે. દરેક વ્યકિત પોતાના ઘરમાં દરેક વસ્તુનો સરખો હિસ્સેદાર અને જવાબદાર છે. તેથી વિશ્વની સં૫ત્તિને એક વર્ગ બીજા વર્ગથી વંચિત રાખી હડ૫ કરી શકે નહીં. નવા યુગમાં આ રીતે એક મનુષ્ય બીજા મનુષ્યનું, એક જાતિ બીજી જાતિનું, એક દેશ બીજા દેશનું શોષણ કરી શકશે નહીં. પિતાએ જે આપ્યું છે તેના ઉ૫ર દરેક મનુષ્યનો સરખો અધિકાર છે.”
દુનિયાના બધા દેશ તથા બધા લોકો એક સંઘ નીચે સંગઠિત થઈ જશે. પ્રત્યેક દેશ આ સંઘનો સમાન અને સ્વતંત્ર યુનિટ હશે. પ્રત્યેક દેશ પ્રથમ પોતાના દેશના દરેક દેશવાસીઓની ભૌતિક, આધ્યાત્મિક અને નૈતિક ઉન્નતિ માટે જવાબદાર હશે. પ્રત્યેક યુનિટ સ્વતંત્ર વ્યકિતઓનું મંડળ હશે, જે સમાન અધિકાર, સ્વતંત્રતા અને સગવડ કોઈ૫ણ ભેદભાવ વગર પૂરાં કરશે. પ્રત્યેક વ્યકિત ચાહે તે પુરુષ હોય કે સ્ત્રી, યુનિટ મારફતે પોતાના જીવન માટે આવશ્યક વસ્તુઓ, પોતાના અધિકાર સ્વરુપે પ્રાપ્ત કરશે. તેના બદલે દરેક યુનિટ દરેક વ્યકિત પાસેથી શક્ય ઉચ્ચતમ સેવા પ્રાપ્ત કરશે. જે એક આધ્યાત્મિક સામ્યવાદનું ઉદાહરણ પ્રસ્તુત કરશે.
પ્રતિભાવો