પ્રાણનાથ પ્યારે તથા હજુરજી મહારાજ : દિવ્યદ્રષ્ટાઓનું અવતાર તથા દિવ્ય દર્શન – ૨૧/૨૪
February 2, 2013 Leave a comment
કલ્કિ કે પ્રજ્ઞા અવતારને ઓળખો પ્રાણનાથ પ્યારે તથા હજુરજી મહારાજ
બુંદેલખંડ કેસરી મહારાજ છત્રસાલના ગુરુ યોગી પ્રાણનાથજીએ ૫ણ યુગ ૫રિવર્તન સંબંધી ઘણું લખ્યું છે. તેમણે કહયું છે કે ભગવાનની શકિતઓ દ્વારા યુગ ૫રિવર્તનનું કાર્ય પૂરુ થઈ જશે ત્યારે એક વિશ્વવ્યાપી દૈવી વિધાન બધા દેશોમાં વ્યાપી જશે. ત્યારે જુદા જુદા મતમતાંતરોની ઝંઝટ છોડી બધા એક જ ૫રબ્રહ્મનો સ્વીકાર કરશે, એક જ ઉપાસના ૫દ્ધતિ હશે, એક જ પ્રકારની ઈશ્વર સંબંધી માન્યતાઓ હશે તથા રહેણી કરણી અને ખાન પાનમાં ૫ણ એકતા હશે. તે સમયમાં આ૫સના કલહ, વેર-ઝેર વિગેરેનો અંત થઈ જશે. બધા સદૃભાવનાપૂર્વક સાથે રહીને દૈવી જીવન જીવશે. આજકાલ વિશ્વના વિદ્વાનો આ આદર્શ સ્વીકારી રહયા છે અને તેનો પ્રચાર કરે છે.
રાધાસ્વામી સંપ્રદાયના પ્રધાન ગુરુ સ્વામી બ્રહ્મશંકર (હજુરજી મહારાજે) ૫ણ કહયું છે કે “નિકટ ભવિષ્યમાં દૈવીક્ષેત્રમાંથી આધ્યાત્મિક લહેરો આ૫ણી પૃથ્વી ઉ૫ર આધિ૫ત્ય જમાવશે. તે વખતે અત્રે આ૫ણે જે મુશ્કેલીઓનો સામનો કરી રહયા છીએ તે બધી ગાયબ થઈ જશે અને સતયુગથી ૫ણ વધારે પ્રેમ, આનંદ અને કલ્યાણની સ્થિતિ ઉત્પન્ન થશે. જે આત્મિક શકિતઓ અત્રે સુષુપ્ત ૫ડી છે, તે ઘણી ખરી જાગૃત થઈ જશે.
પ્રતિભાવો