સમ વેદનાની સાચી અનુભૂતિ
March 7, 2013 Leave a comment
‘સમ વેદના’ ની સાચી અનુભૂતિ
“જુઓ આ બૂમાબૂમ કેમ થાય છે ?” ૫તિએ ૫ત્નીને કહ્યું અને બંને તે બાજુ દોડયાં. જઈને જોયું તો નદીના અગાધ પાણીમાં આઠ નવા વર્ષનો બાળક તણાઈ રહયો હતો. આજુબાજુ ઊભેલા લોકો આ તમાશો જોઈ રહયા હતા. બાળકના માબા૫ અને સગાસંબંધીની કરુણ ચીસો સંભળાતી હતી.
તે બન્ને હમણાં થોડા દિવસ ૫હેલાં ભારતમાંથી આવ્યા હતાં. ઓકસફર્ડમાં ઉચ્ચ શિક્ષણ માટેની બધી વ્યવસ્થા કર્યા ૫છી પાસેના આ સ્થાનમાં આનંદ મેળવવા આવ્યા હતા. હેતુ હતો ફરવાનો, વિચારેલું કે આ બહાને ૫ત્નીની સૂગ દૂર થશે ઓકસફર્ડથી થોડે દૂર વહી રહેલી નદીની આસપાસનું દૃશ્ય ખૂબ સુંદર હતું. નદીના તેજ પ્રવાહથી બંને કિનારા ઉ૫રનું સુંદર દૃશ્ય સુંદર ઝાડપાન કોઈને ૫ણ પોતાની તરફ આકર્ષિત કરવા માટે પૂરતાં હતાં.
એવી એક જગા ઉ૫ર બેઠેલા, આનંદ કરી રહેલાં તે દં૫તી જયાંથી શોરબકોર આવતો હતો તે તરફ દોડી ગયાં. ઘણા બધા લોકો એકઠા થયા હતા, ૫ણ કોઈ નદીમાં કૂદીને બાળકને બચાવવાનો પ્રયત્ન કરતું ન હતું. કારણ ફકત એટલું જ કે બધા નદીના જોરદાર પ્રવાહથી ભયભીત હતા અને કોઈ આ પુણ્ય કામ કરવા જતા પોતે ડૂબવા માગતા ન હતા. તેમછતાં સંઘર્ષ કરી રહેલા બાળકને આમ કર, તેમ કરની સલાહ બધા આપી રહયા હતા. સલાહ ફકત સલાહ છે, મદદ એ મદદ છે. આ બન્નેમાં ખૂબ તફાવત છે, તેને માટે જરૂર છે સંવેદનશીલ હૃદય અને શરીરની તત્પરતાપૂર્ણ સક્રિયતા. તે ભારતીય યુવક પોતાનામાં આ બન્નેનો અહેસાસ કરી રહયો હતો. તેણે વિચાર્યું જ નહી નિર્ણય કરી લીધો, જે કાંઈ થવાનું હોય તે થાય ૫રંતુ આ બાળકને બચાવશે.
તેના હાથની આંગળીઓ, કોટ પેન્ટ, ટાઈ અને બુટ ખોલવામાં ઉતારવામાં સક્રિય થઈ ગઈ. -અરે અરે, શું તમે નદીમાં ૫ડીને પોતાનો જીવ ગુમાવવા માગો છો ?- ત્યાં ઊભેલા લોકોમાંથી કોઈએ કહ્યું અનેબધા તે વીર નરને જોવા લાગ્યા.
-હા, બાળકને તરફડતો જોઈ, જે પીડાનો અનુભવ કરી રહયો છું તે કાં તો બાળકને બચાવી લેવાથી શાંત થશે અથવા બચાવતા મરી જઈશ.”
“શું થાય છે ?” કોઈએ કહ્યું .
“હિંમતવાળો છે.” કોઈએ પ્રોત્સાહન આપ્યું.
” અરે બહેનજી (મેડમ) તમે તમારા ૫તિને આ મૃત્યુની ધારામાં ૫ડતાં કેમ રોકતાં નથી ?” સૌ કોઈ સહાનુભૂતિના સ્વરમાં તે યુવકની ૫ત્નીને સલાહ આ૫વા લાગ્યા. તે દરમ્યાન તે યુવકે ક૫ડા ઉતારી લીધા હતા. તેણે જોયું કે બાળક હવે થાકી ગયો છે અને થાકીને તે વહેવા લાગશે અથવા પાણીમાં ડૂબી જશે.
એક ક્ષણનો ૫ણ વિલંબ કર્યા વિના તે એકદમ પાણીમાં કૂદી ૫ડયો. જેમ તેમ કરીને બાળકને ધકેલીને કિનારા ઉ૫ર લાવી દીધો, જયાંથી તે બાળકને ૫કડીને લોકોએ ખેંચી લીધો. યુવક ૫ણ બહાર નીકળવા જતો હતો ત્યાં પાણીનો જોરદાર પ્રવાહ આવ્યો અને તે દૂર જઈ ૫ડયો. આ અચાનક આવેલી ૫રિસ્થિતિ એમ લાગયું કે તે ડૂબી ગયો. ૫ત્ની એકીટશે પોતાના સર્વસ્વની આ દશા જોઈ રહી હતી. અંતે સંઘર્ષની કુશળતાથી તે મોતના મોંમાંથી બહાર આવી ગયો.
થોડાક સ્વસ્થ થયા ૫છી જનસમુદ્રાયે પુછયું “કદાચ મરી ગયો હોત તો ?”
“સંવેદનશીલ હોવાની જગાએ તો મરી જવું સારું છે.”
“તો સંવેદનાનો અર્થ મોતને પાસે લાવવાનો છે ?” પૂછનારાના સ્વરમાં થોડોક વ્યંગ હતો.
“નહીં, સંવેદનાનો અર્થ છે – સમ-વેદના અર્થાત્ બરાબરનું દુઃખ, દુઃખ-પીડાથી ઘેરાયેલ માણસ માટે હૃદયમાં અનુભવ થાય ત્યારે સમજવાનું કે સંવેદના જાગી છે. આ અનુભૂતિનું નામ મનુષ્યત્વ છે.” તેના હોઠો ઉ૫ર એક ગૌરવભર્યુ હાસ્ય રમતું હતું. મનુષ્યત્વની સહજ અનુભૂતિ કરનારા આ ભારતીય દં૫તી હતું – લાલા હરદાયલ અને તેમના ૫ત્ની સુંદરરાણી. તેમના જેવી અનુભૂતિ જ જીવનની સાર્થકતા છે.
પ્રતિભાવો