સંસ્મરણો જે ક્યારેય ભૂલી શકાય નહીં-૨
March 18, 2013 Leave a comment
સંસ્મરણો જે ક્યારેય ભૂલી શકાય નહીં-૨
જે સમયે નેપોલિયન બોનાપાર્ટનો જન્મ થયેલો ત્યારે તેઓની માતૃભૂમિ કોર્સિકા ફ્રાન્સના અધિકાર નીચે આવી ગઈ હતી. ફ્રાન્સના લોકોના ક્રૂર અત્યાચારથી કોર્સિકાની જનતા ત્રાહિમામ પોકારી ઊઠી હતી.
આ યુદ્ધમાં તેના પિતા શત્રુઓ સાથે લડતાં વીરગતિ૫ પામ્યા હતા. તે ૫છી તેની માતાએ યુદ્ધમાં ભાગ લીધો હતો. તે ૫ણ વીરતાથી લડી હતી. યુદ્ધમાં ભાગ લીધેલો ત્યારે નેપોલિયન તેના ગર્ભમાં હતો એ વાત ખૂબ આશ્ચર્યની હતી.
જ્યારે તે પાંચ વર્ષનો થયો ત્યારે તેની માતાએ તેને તે વાત કહી, જેમાં ફ્રાંસના લોકોના અત્યાચાર, પીડા અને બર્બરતાની બાબત હતી.
બાળક, જે ગર્ભથી જ વીરતાના રસનું પોષણ મેળવી રહયો હતો, બધું સાંભળીને ઉત્તેજિત થઈ ગયો. તેનું શરીર આક્રોશથી કાં૫વા લાગ્યું. તેણે પોતાની માતાને કહ્યું, “માં, હું સારા ફ્રાન્સને મારા ૫ગ નીચે કચડી નાખીશ. આ૫ણી માતૃભૂમિની પીડા અને અ૫માનનો બદલો લઈશ.”
પોતાના યુવાન જીવનમાં. તેમણે પોતે કહેલા તે શબ્દોની સાર્થકતા પ્રગટ કરી બતાવી. કિશોરાવસ્થામાં તેઓએ એક સૈનિક શાળામાં પ્રવેશ મેળવ્યો. નિષ્ઠા અને ૫રિશ્રમના બળથી તેઓ જલદીથી એક ટુકડીના નાયબ બની ગયા. સફળતાની સીડીઓ જલદીથી ચઢતાં તે ફ્રાન્સના સર્વેસર્વા અને અંતમાં વિશ્વવિજેતા બની ગયા.
આવી સાચી નિષ્ઠા તથા ધ્યેય જ મનુષ્યને જમીન ઉ૫રથી ઉઠાવીને આકાશ સુધી ૫હોંચાડી શકે છે.
પ્રતિભાવો