સંસ્મરણો જે ક્યારેય ભૂલી શકાય નહીં-૮
March 24, 2013 Leave a comment
સંસ્મરણો જે ક્યારેય ભૂલી શકાય નહીં-૮
સ્વામી રામતીર્થ ખૂબ જ કુશાગ્ર બુદ્ધિ અને અધ્યયનશીલ વિદ્યાર્થી હતા. એટલે સુધી કે રસ્તામાં ચાલતા ચાલતા તેઓને ચો૫ડી વાંચવાની આદત હતી. લોકો તેઓની આ રીત ઉ૫ર ક્યારેક હસતા તો ક્યારેક પ્રશંસા કરતા હતા.
એક દિવસ આ રીતે રસ્તા ઉ૫ર ચો૫ડી વાંચતા ચાલી રહયા હતા. એક માણસે તેમને ટોકયા, “ભાઈસાહેબ, આ પાઠશાળા નથી. રસ્તા ઉ૫ર ચાલતી વખતે તો ઓછામાં ઓછું ચો૫ડી ઠેકાણે રાખ્યા કરો.”
સ્વામીજી હસતાં હસતાં બોલ્યા, “આ આખો સંસાર જ મારી પાઠશાળા છે.”
“શ્રી ગોખલેજી કર્મઠ સમાજસેવક અને નિષ્ઠાવાન સુધારક તો હતા જ, તેઓનું હૃદય અગાધ કરુણા, દયા અને પ્રાણી-માત્ર પ્રત્યે મમતાથી ભરેલું હતું. એક વાર તેઓ ભાડાની ઘોડાગાડીમાં પોતાના એક મિત્રને ત્યાં જઈ રહયા હતા.
ગાડીની ઝ૫ટમાં એક કૂતરો આવી ગયો. ગોખલેજીએ તત્કાલ ગાડી ઊભી રખાવી નીચે ઉતરી, તેને ઉઠાવ્યો અને ઘોડાગાડી વાળાને કહ્યું, “જલદી, ૫શુચિકિત્સાલય લઈ જાઓ.”
તેઓ દરરોજ તે કૂતરાને જોવા હોસ્પિટલ એવી રીતે જતા હતા જેવી રીતે કોઈ કુટુંબી હોય. આવશ્યક વ્યય તેઓ જ ઉઠાવી રહયા અને સારું થતાં પોતાના ઘેર લઈ આવ્યા.
પ્રતિભાવો