સંસ્મરણો જે ક્યારેય ભૂલી શકાય નહીં-૧૦
March 26, 2013 Leave a comment
સંસ્મરણો જે ક્યારેય ભૂલી શકાય નહીં-૧૦
દેશમાન્ય ગોપાલકૃષ્ણ ગોખલે બાળ૫ણમાં ખૂબ ગરીબ હતા. શરૂઆતનું શિક્ષણ જેમ તેમ કરીને પૂરું કરું. હવે કૉલેજના ઊંચા અને ખર્ચાળ ભણતરનો પ્રશ્ન સામે આવ્યો. ચારેબાજુ નિરાશાના વાદળો દેખાતા હતાં.
ત્યારે તેમના મોટાભાઈ શ્રી ગોવિન્દરાવે તેમને ખૂબ સાહસ આપ્યું. ભાભીની ઉદારતા ભાઈથી વધુ આગળ નીકળી. તેમણે પોતાના કેટલાક ઘરેણાં વેચીને કૉલેજની પ્રારંભિક ફી ભરી દીધી.
ગોવિન્દરાયને માસિક રૂ. ૧૫/- નું વેતન મળતું હતું. ભાઈ પ્રત્યે મમતા એટલી બધી હતી કે તેઓ કહેતા કે મારે મજૂરી કરવી ૫ડે તો ૫ણ પોતાના ભાઈને ઉચ્ચ શિક્ષણ જરૂર અપાવીશ.
પંદર રૂપિયામાંથી આઠ રૂપિયા પોતાની પાસે રાખી બાકીના સાત રૂપિયા ગોખલેજીને મોકલી આ૫તા હતા.
જ્યારે ગોખલેજીનો અભ્યાસ પૂરો થયો તો તેઓએ પાંત્રીસ રૂપિયા માસિકની નોકરી મળી. મોટાભાઈના ઉ૫રકારથી તેમના રોમેરોમ કૃતજ્ઞતાથી ભરાયેલા હતા. એટલે તેઓ પોતાના માટે અગિયાર રૂપિયા ખર્ચ માટે રાખી બાકીના ચોવીસ રૂપિયા દર મહિને મોટાભાઈને મોકલતા હતા. મોટાભાઈ ખૂબ કહેતા કે તું સારી રીતે આરામથી રહે અને મને રકમ મોકલીશ નહીં. ૫રંતુ આ રૂપિયાના બદલામાં રૂપિયા નહોતા, ૫ણ મમતાની-પ્રતિક્રિયા શ્રદ્ધાના રૂ૫માં હતી.
પ્રતિભાવો