સંસ્મરણો જે ક્યારેય ભૂલી શકાય નહીં-૧૧
March 27, 2013 Leave a comment
સંસ્મરણો જે ક્યારેય ભૂલી શકાય નહીં-૧૧
સ્વામી વિવેકાનંદ તે સમયે ઈંગ્લેન્ડમાં હતા. એક દિવસ તેઓ પોતાના કેટલાક મિત્રો સાથે ગામડાઓમાં ફરતા હતા. સામેથી એક બળવાન સાંઢ દોડતો આવ્યો. બધા લોકો ડરીને અહીંતહીં ભાગવા લાગ્યા. તો દોડાદોડમાં એક નાની છોકરી નીચે ૫ડી ગઈ. સાંઢ તેની તરફ દોડતો આવતો હતો.
સ્વામીજી આગળ વઘ્યા અને ટટાર સાંઢની સામે ઉભા રહી ગયા. તે તેમની નજીક આવ્યો, ઊભો રહયો અને થોડીક સેકન્ડ ૫છી પાછો ફરી ધીરેધીરે જતો રહયો.
સ્વામીજીના આ સાહસને સૌએ જોયું. તેઓનું આ અદમ્ય સાહસ ઉગ્ર આત્મબળની જ પ્રતિછાયા હતું.
પ્રતિભાવો