ગાયત્રીનું તત્વજ્ઞાન
April 1, 2013 Leave a comment
ગાયત્રીનું તત્વજ્ઞાન
ગાયત્રી ઉપાસનામાં તપસાધનાનાં એ બધાં જ તત્વો મોજુદ છે કે જેના આધારે લોકોની આસ્થાઓ બદલાય છે. લોકમાનસની શુદ્ધિ થાય છે, જીવનને ચેતનવંતુ બનાવનારી પ્રાણઊર્જા વિકસિત થાય છે તથા માનવીય સુખશાંતિની પરિસ્થિતિઓ સ્થપાય છે. ગાયત્રીને ત્રિપદા કહેવામાં આવે છે. એનો અર્થ એ પણ થાય છે કે મનુષ્ય ગાયત્રી ઉપાસનાથી અભાવ, અશક્તિ અને અજ્ઞાનમાંથી મુક્તિ મેળવે છે. શરીર, સમાજ અને લોકવ્યવહારમાં શું યોગ્ય છે અને શું અયોગ્ય છે તે જાણે છે અને તે પ્રમાણે પોતાનો જીવનક્રમ નક્કી કરે છે. અભાવ, અશક્તિ અને અજ્ઞાન એ ત્રણ જ દુઃખનાં કારણો છે. જો એ ત્રણેય દૂર થઈ જાય તો અશાંતિ અને સર્વનાશની આપત્તિઓમાંથી આપોઆપ બચી જવાય છે. પ્રાચીનકાળમાં આ પ્રયોગને સૌથી વધુ સફળતા મળી હતી. તેથી જ એ વિદ્વાનોએ ગાયત્રી ઉપાસનાનો રાષ્ટ્રીય ઉપાસનાના રૂપમાં એકમતે સ્વીકાર કર્યો હતો.
ગાયત્રી યુગ નિર્માણનો મૂળ આધાર છે. ગાયત્રીને પ્રાણશક્તિના ઉત્કર્ષની સાધના પણ કહે છે. એની ઉપાસનાથી અંતર શુદ્ધ અને પવિત્ર બને છે. અમાં છવાયેલી મલિનતા, અંધકાર અને અવિવેક દૂર થાય છે. મનુષ્યને સાચું જ્ઞાન થવાથી તે વિચારવા યોગ્ય વિચારે છે અને કરવા યોગ્ય કાર્ય કરે છે. ભાવનાઓમાં દેવત્વનો વિકાસ અને કાર્યોમાં પવિત્રતાનો સમાવેશ થાય છે. જ્યાનાં લોકોની ભાવનાઓ શુદ્ધ અને પવિત્ર હશે ત્યાંના સમાજમાં સર્વત્ર શાંતિ, સુવ્યવસ્થા, પ્રસન્નતા અને સંતોષપૂર્ણ જીવનું ઝરણું વહેતુ હશે.
પ્રતિભાવો