આધ્યાત્મિક લાભ જ સર્વોપરિ લાભ છે.

આધ્યાત્મિક લાભ જ સર્વોપરિ લાભ છે.

આધ્યાત્મિક જીવન આત્મિક સુખનો નિશ્ચિત હેતુ છે, અધ્યાત્મવાદ એ દિવ્ય આધાર છે. જેના પર મનુષ્યની આંતરિક તથા બાહ્ય બંને પ્રકારની ઉન્નતિઓ અને સમૃદ્ધિઓ આધારિત છે.

સાંસારિક ઉપલબ્ધિઓ પ્રાપ્ત કરવા માટે પણ જે પરિશ્રમ, પુરુષાર્થ, સહયોગ, સહકારિતા વગેરે ગુણોની આવશ્યકતા હોય છે, એ બધાં આધ્યાત્મિક જીવનનાં જ અંગ છે. મનુષ્યનો આંતરિક વિકાસ તો અધ્યાત્મ વિના થઈ જ નથી શકતો.   અધ્યાત્મવાદ જીવનનું સાચું જ્ઞાન છે. તેને જાણ્યા વિના સંસારનાં સમસ્ત જ્ઞાન અપૂર્ણ છે અને તેને જાણી લીધા પછી કંઈ પણ જાણવાનું બાકી રહી જતું નથી. આ એ તત્વજ્ઞાન અને મહાવિજ્ઞાન છે, જેની જાણકારી થતાં જ માનવ જીવન અમરતાપૂર્ણ આનંદથી ઓતપ્રોત થઈ જાય છે.

આધ્યાત્મિક જ્ઞાનથી મેળવેલા આનંદની સરખામણી સંસારના કોઈ પણ આનંદ સાથે કરી શકાતી નથી; કારણ કે આ આત્માનંદ માટે કોઈ આધારની આવશ્યકતા હોતી નથી, વસ્તુજન્ય મિથ્યા આનંદ વસ્તુની સાથે જ સમાપ્ત થઈ જાય છે, જ્યારે આધ્યાત્મિકતાથી ઉત્પન્ન આત્મિક સુખ જીવનભર સાથે તો રહે જ છે, અંતે પણ મનુષ્યની સાથે ગયા કરે છે. તે અક્ષય અને અવિનશ્વર હોય છે, એક વાર પ્રાપ્ત થઈ ગયા પછી ક્યારેક નષ્ટ થતું નથી. શરીરની અવધિ સુધી તો રહે જ છે, શરીર છૂટ્યા પછી પણ અવિનાશી આત્મા સાથી સંયુક્ત રહ્યા કરે છે.-

-અખંડ જ્યોતિ, જાન્યુઆરી – ૧૯૬૭, પૃ. ૨

Advertisements

વિશે KANTILAL KARSALA
JAY GURUDEV Myself Kantibhai Karsala, I working in Govt.Office Sr.Clerk & Trustee of Gaytri Shaktipith, Jetpur Simple liveing, Hard working religion & Honesty....

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

%d bloggers like this: