માનસિક શક્તિનો નાશ થવા ન દો

માનસિક શક્તિનો નાશ થવા ન દો

વિપત્તિ આવે ત્યારે મનુષ્ય પોતાની જેટલી શક્તિનો ઉદ્વિગ્ન અને અશાંત રહીને નાશ કરી દે છે, તેનો એક અંશ પણ જો તે શાંતચિત્ત રહીને કષ્ટોને દૂર કરવામાં ખર્ચે તો તરત જ મુક્ત થઈ શકે છે.

આપત્તિઓ આવે ત્યારે ગભરાવું ન જોઈએ. મનુષ્ય ધીરજપૂર્વક ઉપાય કરવાના બદલે પોતાની સમસ્ત ક્ષમતાઓને વ્યગ્ર અને વ્યાકુળ બનીને નષ્ટ કરી દે છે. કિંકર્ત્તવ્યમૂઢ બનીને શું કરું‘, ‘ક્યાં જાઉં‘, ‘કેવી રીતે બચુંવગેરે તર્કો કરતો બેસી રહે છે, જેનાથી આવેલી વિપત્તિ પણ સોગણી થઈને તેને દબાવી દે છે.

જીવનમાં જે કાંઈ સુખ-દુઃખ આવે, તેને ધીરજપૂર્વક તટસ્થભાવે સહન કરવા જોઈએ. સુખ અને દુઃખ બંનેને પોતાના ઉપરથી એવી રીતે પસાર કરી દેવા જોઈએ કે જાણે એ મુસાફર છે, જેની સાથે આપણે કાંઈ લેવાદેવા નથી.

મનુષ્યની માનસિક શાંતિ અને બૌદ્ધિક સંતુલન બે એવી અમોઘ શક્તિઓ છે, જેના બળે વિકટમાં વિકટ પરિસ્થિતિનો પણ સામનો કરી શકાય છે. વિપત્તિઓ આવે છે અને ચાલી જાય છે, પરિસ્થિતિઓ બદલાઈ જાય છે.

જીવને સુખી અને સંતુષ્ટ બનાવી રાખવા માટે મનુષ્યએ પ્રત્યેક અવસ્થામાં પોતાની માનસિક શાંતિનો ભંગ ન થવા દેવો જોઇએ.

– અખંડ જ્યોતિ, ફેબ્રુઆરી – ૧૯૬૭, પૃ.૬      

Advertisements

વિશે KANTILAL KARSALA
JAY GURUDEV Myself Kantibhai Karsala, I working in Govt.Office Sr.Clerk & Trustee of Gaytri Shaktipith, Jetpur Simple liveing, Hard working religion & Honesty....

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

%d bloggers like this: