યુગ નિર્માણ આંદોલન અને તેનું પ્રયોજન

યુગ નિર્માણ આંદોલન અને તેનું પ્રયોજન

સંસારમાં અગણિત પ્રકારના કલેશ, દુઃખ, દારિદ્રય અને શોક – સંતાપ એટલાં માટે ઉત્પન્ન થાય છે અને વધે છે કે લોકો અનીતિમૂલક ભૌતિકવાદને પોતાના દ્રષ્ટિકોણમાં સામેલ કરી દે છે. આ ભૂલ જ્યાં સુધી સુધારવામાં નહિ આવે, ત્યાં સુધી રોગ વધતો જ રહેશે અને વિપન્નથી વિપન્નતમ વિભીષિકાઓનું સર્વનાશી સર્જન કરતો જશે. આ અવરોધોની ચિકિત્સા એક જ હોય શકે છે કે જે કારણસર વ્યથા ઊપજી હતી, તેને દૂર કરવી.

ભૌતિકવાદી માન્યતાઓનો તિરસ્કાર કરીને તેના સ્થાને અધ્યાત્મવાદી દૃષ્ટીકોણની સ્થાપના દ્વારા જ આંતરિક જીવનમાં સુખ – સમૃદ્ધિનો લાભ લઈ શકાય છે. આ તથ્યનો પ્રવેશ જન માનસમાં કરાવતા રહેવું એ સાધુ બ્રાહ્મણોનો, અવતારો – દેવદૂતોનો એકમાત્ર ઉદ્દેશ્ય રહ્યો છે. પતનોન્મુખ માનવ સ્વભાવ પર નિયંત્રણ કરવા માટે આ ધર્મતંત્રને તત્વદર્શી મનીષીઓ દ્વારા સદાય કોઈ ને કોઈ રૂપમાં ગતિશીલ રાખવું પડે છે. જ્યારે સ્થિતિ વધુ વિપન્ન થઈ જાય છે, ત્યારે તેને વિશેષ રૂપથી વિધિ વ્યવસ્થા સાથે ક્રિયાન્વિત કરવામાં આવે છે. આજે આ જ કરવામાં આવી રહ્યું છે.

યુગ નિર્માણ આંદોલનનું પ્રયોજન એ જ છે કે જન-માનસમાં આ તથ્યને ઊંડાણ સુધી સ્થાપિત કરવામાં આવે. આપણું ભાવનાત્મક સ્તર સુધરે, તો બાહ્ય જીવનની સમસ્ત પરિસ્થિતિઓ સુધરી જશે, સમસ્ત અવરોધો દૂર થઈ જશે અને સમસ્ત કષ્ટોથી છુટકારો મળી જશે.

– અખંડ જ્યોતિ, માર્ચ – ૧૯૬૭, પૃ. ૩

Advertisements

વિશે KANTILAL KARSHALA
JAY GURUDEV Myself Kantibhai Karshala, I working in Govt.Office Sr.Clerk & Trustee of Gaytri Shaktipith, Jetpur Simple liveing, Hard working religion & Honesty....

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

%d bloggers like this: