પ્રતિકૂળતાઓના પડકારનો સ્વીકાર કરો

પ્રતિકૂળતાઓના પડકારનો સ્વીકાર કરો

પોતાની દયનીયતાનો દોષ પરમાત્માને આપવા કરતાં ક્યાંય વધારે સારું એ છે કે પોતાના અપરિશ્રમી સ્વભાવને બદલી નાંખવો. એ સમદર્શી પરમ પિતા પરમાત્મા ક્યારેય કોઈની સાથે અન્યાય નથી કરતા. તેમની પાસે આપવા માટે દયાનો જે ખજાનો છે, તેનો ભાગ તેઓ સૌને પાત્રતા અનુસાર ન્યાયપૂર્વક જ આપે છે.

જગતમાં આવીને જે પુરુષાર્થી અને આત્મવિશ્વાસી વ્યક્તિ પોતાની પાત્રતામાં વધારો કરી લે છે, તે નિશ્ચિતપણે તેમની કૃપાનો વધુ અંશ મેળવી લે છે. પરમાત્મા મનુષ્યના પ્રયત્નપાત્રને પોતાની કૃપાથી છલોછલ ભરતા રહે છે. પોતાની પ્રયત્નહીનતાને દોષ ન આપીને પરમાત્માને દોષ આપવો એ એમની ન્યાયશીલતામાં એક અક્ષમ્ય અશિષ્ટતા અને ધૃષ્ટતા છે. આ એમની એ દુષ્ટભાવનાનું પણ ફળ હોય છે કે આશાની બાજુએથી આંધળા બનીને નિરાશાનો હાથ પકડીને જીવનો માર્ગ શોધતાં ઠોકરો ખાતો ફરે છે. આ એમની ધૃષ્ટતાનું જ પરિણામ છે કે તેમનો વિશ્વાસ સૌભાગ્ય પ્રત્યે હોવાના બદલે દુર્ભાગ્ય પ્રત્યે દ્રઢ રહે છે.

પોતાનું કલ્યાણ ઈચ્છનાર પ્રત્યેક વ્યક્તિનું પાવન કર્ત્તવ્ય છે કે તે પરમાત્માને દોષ દેવાને બદલે, તેમની કૃપામાં ખામી શોધવાને બદલે પોતાના નિષ્ક્રિય સ્વભાવ, બિનઉપયોગી પ્રવૃત્તિઓ અને નિરાશાપૂર્ણ વિશ્વાસોને દોષ આપે અને પોતાની ઊણપો, ત્રુટીઓ તથા ખામીઓની શોધ કરે અને તેને દૂર લેવાનો પ્રયત્ન કરે.

-અખંડ જ્યોતિ, એપ્રિલ – ૧૯૬૭, પૃ. ૧૪

Advertisements

વિશે KANTILAL KARSALA
JAY GURUDEV Myself Kantibhai Karsala, I working in Govt.Office Sr.Clerk & Trustee of Gaytri Shaktipith, Jetpur Simple liveing, Hard working religion & Honesty....

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

%d bloggers like this: