જિન ખોજા તિન પાઈયાં, ગહરે પાની પૈઠ

જિન ખોજા તિન પાઈયાં, ગહરે પાની પૈઠ

મનુષ્ય જીવન જેવો અમૂલ્ય નિધિ ફરી મળશે તેની કોઈ નિશ્ચિત સુવિધા નથી. આ જીવનમાં જ સમયસર કંઈક કામ કરી લેવામાં આવે, તેમાં જ બુદ્ધિમાંની છે. પચાસ – સાઠ કે સો વર્ષોના જીવનને કામનાઓની પૂર્તિમાં જ લગાવી રાખવામાં આવે તો તેમાં માનવ જીવનની શું સફળતા, શક્તિઓનો શું સદુપયોગ રહ્યો ? ભોગ વાસનાઓને દુઃખનું કારણ માનવામાં આવી છે. અન્ય જન્મોમાં તેનાં દુષ્પરિણામ હોતા હોય કે ન હોતા હોય, તેને ભલે કોઈ માને કે ન માને, પણ વાસનાઓ આ જીવનમાં જ મનુષ્યને પરેશાન કરે છે. આથી તેને ક્યારેય યોગ્ય ઠરાવી શકાય નહિ. આ વાત બહુ ઊંડાણ સુધી વિચારી લેવી જોઈએ. એક વાર અવસર નીકળી ગયા પછી પસ્તાવો જ બાકી રહે છે. બુદ્ધિમાન લોકો સમયસર જ પોતાનું લક્ષ્ય પૂરું કરવાનો પ્રયાસ કરે છે.

ઈશ્વર ચારે બાજુ વિદ્યમાન છે. તેને શોધવામાં મુશ્કેલી નથી, મુશ્કેલી તો ફક્ત પોતાના અહંકારને મારવામાં આવે છે. પોતાને ખુદને સાધી લેવામાં આવે છે; વ્રત, સંયમ અને તપસ્યાની આગમાં પોતાના અહંકારને બાળી નાંખવામાં આવે તો સર્વત્ર ઈશ્વર જ ઈશ્વર દેખાવા લાગે છે.

જ્યાં સુધી મનમાં મેલ છે, ત્યાં સુધી ઈશ્વરનો પ્રકાશ કેવી રીતે દેખાશે ? જ્યાં સુધી પોતાના સ્વાર્થથી જ છુટકારો નથી મળતો, ત્યાં સુધી પરમાત્માની યાદ કેવી રીતે આવી શકે ? આ સંસારમાં મેળવવા માટે પહેલાં પોતાનું બધું જ ખોવું પડે છે.

-અખંડ જ્યોતિ, મે – ૧૯૬૭, પૃ. ૧૨

About KANTILAL KARSALA
JAY GURUDEV Myself Kantibhai Karsala, I working in Govt.Office Sr.Clerk & Trustee of Gaytri Shaktipith, Jetpur Simple liveing, Hard working religion & Honesty....

One Response to જિન ખોજા તિન પાઈયાં, ગહરે પાની પૈઠ

  1. ગંગા કાંઠે ડૂબકી મારો, સ્નાન કેવું ભાઈ!
    દરિયામાં ઊંડા જળે મોતી મળે ભાઈ.
    ‘સાજ’ મેવાડા

    Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

%d bloggers like this: