જીવન સુંદરતાપૂર્વક જીવો

જીવન સુંદરતાપૂર્વક જીવો

જીવનને સફળ અને સાર્થક બનાવવા માટે મનુષ્યએ પોતાની પૂરી શક્તિ, પૂરા પ્રયત્ન તથા પૂરી ઉંમર લગાવી દેવી જોઈએ. સફળતા બહુ મોટી કિંમતે જ મળે છે. જે વ્યક્તિ થોડાક પ્રયત્ન સાથે જ મનવાંછિત સફળતા મેળવવા ઇચ્છે છે, તે એવા લોકો જેવી સંકુચિત વિચારવાળી હોય છે, જે કોઈ ચીજની પૂરી કિંમત ચુકાવ્યા વિના જ પચાવી પાડવા ઇચ્છુક રહે છે. એવા લોભી – લાલચુ વ્યક્તિનું ચરિત્ર ગમે ત્યારે પતિત થઈ શકે છે. તે માનવીય આદર્શોથી જલદી પતિત થઈ શકે છે. હંમેશા ફળની લાલસા મનુષ્યને મિથ્યાચારી અને અપ્રામાણિક બનાવી શકે છે.

સમાજમાં આપણે એવી કેટલીય વ્યક્તિઓને જોઈ શકીએ છીએ, જે આજે કામ શરૂ કરીને કાલે જ તેનું ફળ ઇચ્છવા લાગે છે અને એટલાં માટે નીતિનો ત્યાગ કરીને અનીતિ અપનાવીને ચાલવા લાગે છે. અનીતિ દ્વારા મેળવેલી સફળતા ક્યારેય સાચા અર્થમાં સંતોષદાયક નથી હોતી. અનીતિનું ધન ધાન્ય મનુષ્યનાં મન, બુદ્ધિ તથા આત્માનું પતન કરી નાંખે છે, જેનાથી તે એટલો નિર્બળ અને કાયર બની જાય છે કે યત્કિંચિત્ પ્રતિકૂળતા આવવાથી ગભરાઈ ઊઠે છે અને તરત જ જીવનથી ગભરાઈને ભાગવાની કોશિશ કરે છે. યથાર્થ ઉન્નતિ માટે કોઈ સમયગાળો નિશ્ચિત નથી અને ન એ નિશ્ચિત કરવો જોઈએ. ઉચિત આદર્શો સાથે પોતાનું કર્ત્તવ્ય કરતા રહેવું જોઈએ, સમય આવ્યે સફળતા આપોઆપ ઉપલબ્ધ થઈ જશે. સફળતા માટે આદર્શોનું પતન તથા નીતિનો ત્યાગ ઉચિત નથી.

-અખંડ જ્યોતિ, સપ્ટેમ્બર – ૧૯૬૭, પૃ. ૭

Advertisements

વિશે KANTILAL KARSHALA
JAY GURUDEV Myself Kantibhai Karshala, I working in Govt.Office Sr.Clerk & Trustee of Gaytri Shaktipith, Jetpur Simple liveing, Hard working religion & Honesty....

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

%d bloggers like this: