સંસારનો નવીન ધર્મ – અધ્યાત્મ

સંસારનો નવીન ધર્મ અધ્યાત્મ

ઉચ્ચ મનોવૃત્તિની વ્યક્તિ સ્વાભિમાન તથા ધર્મરક્ષણ પ્રસંગ આવ્યે રોટીના પ્રશ્નની ઉપેક્ષા કરી નાંખે છે અને ઘણી વાર તેણે આ કાર્યમાં પોતાના પ્રાણ પણ ગુમાવવા પડે છે.

હું માનું છું કે ઉપર્યુક્ત ઉદાહરણ કોઈ વિશેષ પરિસ્થિતિ અને વિશેષ વ્યક્તિઓ માટે જ છે. સાધારણ વ્યક્તિ ભૂખી રહીને અથવા કોઈ નુકસાન સહન કરીને આધ્યાત્મિકતાની અનુયાયી બની શકતી નથી તેમ છતાં બીજા લોકો સાથે સત્ય, ન્યાય અને સહાનુભૂતિનો વ્યવહાર કરવો; કોઈ સાથે એવો વ્યવહાર ન કરવો, જે આપણે આપણા માટે ઇચ્છતા નથી; અધ્યાત્મના એવા નિયમ છે. જેને સાચા માનવામાં કોઈને આપત્તિ હોઈ શકતી નથી. વ્યક્તિનું હિત, સમાજનું હિત, સંસારનું હિત તેના પર નિર્ભર છે. એ કોઈ વાત જરૂરી નથી કે બધા લોકો પોતાનો ધર્મ, જાતીયતા, ભાષા, પહેરવેશ છોડીને એકસરખાં બની જાય, પણ પોતાની સંસ્કૃતિ, ધર્મનું રક્ષણ કરતાં કરતાં આપણે બીજાની સંસ્કૃતિ અને ધર્મનો પણ આદર કરવો જોઈએ. જ્યારે મનુષ્ય દુરાગ્રહ કે પક્ષપાતના કારણે ઉચિતને છોડીને અનુચિતનું સમર્થન કરે છે, ત્યારે કલહ કે સંઘર્ષની વૃદ્ધિ થાય છે. એટલાં માટે જો આપણે સંસારવ્યાપી શાંતિ, સુખ, પ્રગતિના પક્ષપાતી હોઈએ અને ઇચ્છતા હોઈએ કે આપણે પોતે અને બીજા લોકો સુખી જીવન વિતાવીએ, તો તેના માટે આધ્યાત્મિક માર્ગ પર ચાલવું એ જ આપણું કર્તવ્ય છે. તેના માટે આપણું પ્રથમ કર્તવ્ય એ જ છે કે આપણાં સુખ – દુઃખની જેમ બીજાનાં સુખ – દુઃખને પણ સમજીએ.

-અખંડ જ્યોતિ, જુલાઈ – ૧૯૬૭, પૃ. ૪૨

Advertisements

વિશે KANTILAL KARSHALA
JAY GURUDEV Myself Kantibhai Karshala, I working in Govt.Office Sr.Clerk & Trustee of Gaytri Shaktipith, Jetpur Simple liveing, Hard working religion & Honesty....

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

%d bloggers like this: