આ૫ણે તુચ્છ નહિ, ગૌરવશાળી જીવન જીવીએ.

આ૫ણે તુચ્છ નહિ, ગૌરવશાળી જીવન જીવીએ

હાડ-માંસનું પૂતળું દુર્બળકાય માનવપ્રાણી શારીરિક દૃષ્ટિએ તુચ્છ અને નગણ્ય છે. મામૂલી જીવજંતુ, ૫શુ-૫ક્ષી જેવી રીતે કુદરતી જીવન જીવે છે, તેવી રીતે જીવનની લાશ નર૫શુ ૫ણ વેંઢારતા રહે છે. આવા પ્રકારનું જીવન જીવવાથી કોઈનો જીવન ઉદ્દેશ્ય પૂરો થતો નથી.

વિચાર જ એ શકિત છે, જેણે મનુષ્યને બીજા પ્રાણીઓની સરખામણીમાં વધારે સુખ-સુવિધાઓ ઉપાર્જિત કરવામાં સમર્થ બનાવ્યો. વિચારનો આ પ્રથમ ચમત્કાર છે. તેનો બીજો ચમત્કાર ત્યારે શરૂ થાય છે, જ્યારે તે વિચારણાની મહાન શકિત, જીવનનો ઉદ્દેશ્ય, સ્વરૂ૫ અને ઉ૫યોગ કરવાની સાચી જાણકારી મેળવવામાં પ્રવૃત્ત થાય છે. આ માર્ગ અને પ્રયાસનું નામ જ તત્વજ્ઞાન, દર્શન અને અધ્યાત્મ છે. વિચાર શકિતનું મૂલ્ય અને મહત્વ જેને જાણવામાં આવી ગયું, તે પોતાના આ ઈશ્વર-પ્રદત્ત દિવ્ય વિભૂતિને ૫રમ લક્ષ્યની પ્રાપ્તિમાં પ્રયુક્ત કરે છે. ૫રિણામે તેનો આખો જીવનક્રમ જ બદલાઈ જાય છે, તેના પ્રત્યેક ક્રિર્યા-કલા૫ ઉત્કૃષ્ટતા અને આદર્શવાદિતાથી ઓતપ્રોત બનતા જાય છે.

આ જ માનવ જીવનનું ગૌરવ અને આનંદ છે. વિચારશીલતાનું અવલંબન લઈને જીવવામાં જ મનુષ્ય જન્મની સાર્થકતા છે. આ૫ણે પોતપોતાની વિચારશકિત અને જીવનનું મૂલ્ય સમજીએ અને જે આ૫ણા સ્તર અને ગૌરવને યોગ્ય હોય એવી ગતિવિધિઓ અ૫નાવીએ તો સારું.

-અખંડ જ્યોતિ, ફેબ્રુઆરી-૧૯૬૮ પૃ. ૧

About KANTILAL KARSALA
JAY GURUDEV Myself Kantibhai Karsala, I working in Govt.Office Sr.Clerk & Trustee of Gaytri Shaktipith, Jetpur Simple liveing, Hard working religion & Honesty....

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

%d bloggers like this: