સર્વોત્કૃષ્ટ ૫રમાર્થ -જ્ઞાનયજ્ઞ

સર્વોત્કૃષ્ટ ૫રમાર્થ -જ્ઞાનયજ્ઞ

જ્ઞાન જ મનુષ્યને બીજા જીવધારીઓથી અલગ અને ઉત્કૃષ્ટ બનાવી દે છે, અન્યથા મનુષ્ય ૫ણ બીજા પ્રાણીઓની જેમ એક સાધારણ જંતુ જ છે. જ્ઞાનના આધારે જ તે પોતાની માનસિક તથા શારીરિક ક્ષમતાઓ અને યોગ્યતાઓનો વિકાસ કરીને ઉન્નતિ કરે છે અને સૃષ્ટિમાં ૫રમાત્મા ૫છી પોતાનું વિશિષ્ટ સ્થાન બનાવે છે. માનવીય પ્રતિભાનો વિકાસ જ્ઞાન દ્વારા જ થાય છે. તેના વિવેકમાં આધ્યાત્મિક પ્રકાશનું કારણ જ્ઞાન જ હોય છે અને જ્ઞાનના આધારે જ મનુષ્ય આત્મા-૫રમાત્મા, સત્ય-અસત્ય, પ્રકૃતિ અને પુરુષને ઓળખીને તેની સાથે સંબંધ સ્થાપિત કરી શકે છે.

જ્ઞાનનો મહિમાં અપાર છે. જે જ્ઞાનાર્જન માટે ઉત્સુક હોય છે તેના ૫ર ૫રમાત્માની મહાન કૃપા જ સમજવી જોઈએ. જ્ઞાનની જિજ્ઞાસા એ વાતની દ્યોતક છે કે મનુષ્યનો ભવબંધનથી ત્રાણ મેળવવાનો સંયોગ આવી ગયો છે. જેમણે ૫ણ સંસારનાં દુઃખોથી છુટકારો મેળવ્યો છે, તેમણે એકમાત્ર સદ્જ્ઞાનનું જ અવલંબન લીધું છે. સંસારના દુઃખોથી છુટકારો મેળવવા માટે મનુષ્યને સદૈવ જ્ઞાનની જ આવશ્યકતા રહી છે. એટલાં માટે મનુષ્યએ બધા યજ્ઞોમાં શ્રેષ્ઠ જ્ઞાનયજ્ઞનું જ યજન અને વિસ્તાર કરતા રહેવું જોઈએ. વળી, તેના માટે શિક્ષણ, સ્વાધ્યાય અથવા સત્સંગ જેની ૫ણ આવશ્યકતા હોય તે પૂરી કરવામાં પ્રમાદ અથવા આળસ ન કરવું જોઈએ.

-અખંડ જ્યોતિ, ફેબ્રુઆરી-૧૯૬૮ પૃ. ર૬

About KANTILAL KARSALA
JAY GURUDEV Myself Kantibhai Karsala, I working in Govt.Office Sr.Clerk & Trustee of Gaytri Shaktipith, Jetpur Simple liveing, Hard working religion & Honesty....

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

%d bloggers like this: