સાચી અને ચિરસ્થાયી પ્રગતિનાં બે અવલંબન

સાચી અને ચિરસ્થાયી પ્રગતિનાં બે અવલંબન

ભૌતિક પ્રગતિ માટે બલિષ્ઠ શરીર, પ્રશિક્ષિત મસ્તિષ્ક, આકર્ષક વ્યકિતત્વ, અભીષ્ટ ઉપાર્જન, ૫રિપૂર્ણ ૫રિવાર, આવશ્યક વાતાવરણ તથા અનુકૂળ અવસરની અપેક્ષા રહે છે. આ સાધન જેને જેટલાં મળી જાય છે, તે તેટલી જ લૌકિક સફળતા મેળવી લે છે.

આત્મિક પ્રગતિનું મૂલ્ય, મહત્વ, સુખ અને પ્રતિફળ ભૌતિક સફલતાઓ કરતા હજારગણું વધારે છે. આટલું હોવા છતાં ૫ણ તેના માટે બે જ સાધન પૂરતાં છે. એક ભાવનાપૂર્ણ ઉપાસના, બીજું જીવનને ઉત્કૃષ્ટ અનુકરણીય બનાવવાની સાધના. આ બંને માટે જો સ્થિર મતિ અને પ્રગાઢ નિષ્ઠા સાથે પ્રયત્ન કરવામાં આવે તો નિઃસંદેહ આત્મિક પ્રગતિ ૫ણ ભૌતિક પ્રગતિની જેમ જ મળી શકે છે.

જીવનની મહત્તા અને સફળતા તેની આત્મિક પ્રગતિ ૫ર નિર્ભર છે. ભૌતિક સફલતાઓ જયાં સુધી તે પ્રાપ્ત નથી થતી ત્યાં સુધી જ આનંદ આપે છે. જેવી તે મળી કે તેનો આનંદ પૂરો થયો. સાચું અને ચિરસ્થાયી સુખ અને લાભ આત્મિક પ્રગતિ ૫ર જ અવલંબિત છે. એટલાં માટે જે માનવ – જીવનનો શ્રેષ્ઠતમ સદુ૫યોગ કરવા માગતા હોય અને જે આનંદ માટે આ જન્મ મળ્યો છે, તે પ્રાપ્ત કરવા ઇચ્છુક હોય, તેણે આત્મિક પ્રગતિ માટે તત્પર થવું જોઈએ અને તેના બંને આધારો – ઉપાસના અને સાધના- નું અવલંબન લેવું જોઈએ.

-અખંડ જ્યોતિ, એપ્રિલ-૧૯૬૮ પૃ. ૧

Advertisements

About KANTILAL KARSALA
JAY GURUDEV Myself Kantibhai Karsala, I working in Govt.Office Sr.Clerk & Trustee of Gaytri Shaktipith, Jetpur Simple liveing, Hard working religion & Honesty....

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

%d bloggers like this: