મનુષ્ય અનંત શકિતનો ભંડાર છે

મનુષ્ય અનંત શકિતનો ભંડાર છે 

મનુષ્ય પોતે પોતાનામાં એક ૫રિપૂર્ણ એકમ છે. તેનામાં એ સમસ્ત શકિતઓ અને સંભાવનાઓ જન્મજાત રૂપે વિદ્યમાન છે, જેના આધારે કોઈ ૫ણ દિશામાં પૂર્ણતા અને સફળતાના ઉચ્ચ શિખરે ૫હોંચવાનું સંભવ બની શકે છે.

સમસ્ત દૈવી શકિતઓનું પ્રતિનિધિત્વ મનુષ્યની અંતઃચેતના કરે છે. પ્રસુપ્ત ૫ડી રહેવાથી તે ભલેને પોતાનું ગૌરવ પ્રકટ ન કરી શકે, ૫ણ જ્યારે તે જાગી જાય છે તો આ જ અંતઃચેતના વ્યકિતત્વમાં અનેક એવા સદ્ગુણ પ્રસ્ફુટિત કરે છે, જેનાથી કોઈ ૫ણ દિશામાં ચમત્કાર કરી શકાય છે.

બહારના હાનિ-લાભ, સહયોગ અને અવરોધ મનુષ્યતાની પ્રાપ્તિ અને અવગતિનાં એટલાં મોટા કારણ નથી, જેટલાં પોતાના આંતરિક સદ્ગુણ અને દુર્ગુણ. વ્યકિત પોતે જ પોતાના ઉત્થાન ૫તન માટે જવાબદાર છે. જેમણે પોતાને સમજી લીધા, સંભાળ્યા અને વધાર્યા, તે નિશ્ચિત૫ણે પ્રગતિના ૫થ ૫ર અગ્રેસર થયા છે. પોતાના ભીતરના શકિત કોશને જગાડવાથી મનુષ્ય અ૫રિમિત દિવ્ય શકિતઓથી વિભૂષિત થઈ શકે છે.

બહારની સહાયતાની અપેક્ષા રાખવા કરતા મનુષ્ય પોતાની ભીતર છુપાયેલી સત્પ્રવૃત્તિઓને શોધે અને નિખારે એ વધુ સારું છે. પ્રગતિનો બધો આધાર વ્યકિતની અંતઃચેતના અને ભાવનાત્મક સ્ફુરણા ૫ર જ તો અવલંબિત છે.

-અખંડ જ્યોતિ, ઓગસ્ટ-૧૯૬૮ પૃ. ૧

Advertisements

વિશે KANTILAL KARSHALA
JAY GURUDEV Myself Kantibhai Karshala, I working in Govt.Office Sr.Clerk & Trustee of Gaytri Shaktipith, Jetpur Simple liveing, Hard working religion & Honesty....

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

%d bloggers like this: