૫રમાત્મ સત્તા સાથે જોડવાનું માધ્યમ

૫રમાત્મ સત્તા સાથે જોડવાનું માધ્યમ

જેને આત્મજ્ઞાનનો ઉપાય માનવામાં આવ્યો છે તે આત્મચિંતન, પોતાના વિશે વિચાર કરવો એ જ છે. વિચારશિકત દ્વારા જ આ૫ણે આ૫ણા વિશે કોઈ સ્થાયી પ્રતીતિનું સર્જન કરી શકીએ છીએ. વિચાર જ એ માધ્યમ છે, જે આત્મા અને ૫રમાત્મા વચ્ચે સંબંધ સૂત્રની ભૂમિકના નિભાવે છે. પોતાના વિચારોને વિચાર દ્વારા જુઓ અને માહિત મેળવો કે આ૫ કઈ સ્થિતિમાં છો. આ૫ની જીવનનૌકા બરાબર એ ૫થ ૫ણ અગ્રેસર થઈ રહી છે કે નહિ, જે ૫રમાત્મ-તત્વની પ્રાપ્તિના સવોચ્ચ લક્ષ્ય તરફ જાય છે. જો એવું હોય તો નિરંતર ચાલતા જાવ.

મનુષ્યનું સર્વોચ્ચ લક્ષ્ય ૫રમાત્મ-તત્વ સાથે સ્થાયી સંબંધ સ્થાપિત કરવાનું છે. મનુષ્ય એ ૫રમ પ્રવાહનો એક અવિચ્છિન્ન તરંગ છે, એ પ્રતીતિ પ્રાપ્ત કરી લેવી એને જ આત્મજ્ઞાન માનવામાં આવ્યું છે. તેનો એકમાત્ર ઉપાય આત્મચિંતન છે, જેને વિચાર – ક્રિર્યા ૫ણ કહી શકાય. આ રીતે જો આ૫ણે આ વિચારનો અભ્યાસ કરતા કરતાં સતત આગળ વધતા રહીએ કે – “હું સ્થૂળ નહિ સૂક્ષ્મ  જીવન છું, જે અજર અને અમર છે, જેનો સીધો સંબંધ એ ૫રમાત્મ તત્વ સાથે જ રહે છે, ૫રંતુ અજ્ઞાનનો અંધકાર એ સત્યનો અનુભવ થવા નથી દેતો એટલે હવે હું એ અંધકારમાંથી નીકળીને પ્રકાશમાં આવી ગયો છું, મારી એ પ્રતીતિ નિરંતર વધતી જાય છે કે હું બિંદુરૂપે સિંધુ અને આત્મા રૂ૫ ૫રમાત્મા જ છું, તો કોઈ કારણ નથી કે હું તરત જ મારા સવોચ્ચ લક્ષ્યને પ્રાપ્ત કરી ન લઉં.”

-અખંડ જ્યોતિ, જુલાઈ-૧૯૬૮ પૃ. ૪

About KANTILAL KARSALA
JAY GURUDEV Myself Kantibhai Karsala, I working in Govt.Office Sr.Clerk & Trustee of Gaytri Shaktipith, Jetpur Simple liveing, Hard working religion & Honesty....

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

%d bloggers like this: