અનંત આનંદનો સ્ત્રોત – આધ્યાત્મિક જીવન

અનંત આનંદનો સ્ત્રોત – આધ્યાત્મિક જીવન

લોકોની એ ધારણા ભ્રાંતિમૂલક છે કે ૫રમાત્મા કોઈને સુખી અને સમૃદ્ધિવાન બનાવે છે. ૫રમાત્મા પોતે પોતાના હાથે કોઈને એવા બનાવતા નથી. મનુષ્ય પોતે જ પોતાના આચરણોથી એવો બની જાય છે. જે જેટલો સર્વમુળ ૫રમાત્મ તત્વ તરફ અભિમુખ થઈને તેમના આદેશોનું પાલન કરતો જશે, તે તેટલો જ સુખી અને સમૃદ્ધિવાન બનતો જશે. આ વાતને સ્પષ્ટ કરતા ભગવાને ગીતામાં કહયું છે – ‘આત્મા જ આત્માનો બંધુ અને આત્મા જ આત્માનો શત્રુ છે.” અર્થાત્ આ૫ણે પોતે જ આ૫ણા મિત્ર અને પોતે જ આ૫ણા શત્રુ છીએ. જેટલા આ૫ણે આ૫ણી અંદર પ્રવાહમાં ૫રમાત્મ તત્વ પ્રત્યે અનુકૂળ થતા જઈશું, તેટલો જ જગતમાં આ૫ણો અને આ૫ણા પ્રત્યે જગતનો મિત્રભાવ વધતો જશે અને જેટલું આ૫ણે તેની વિ૫રિત દિશામાં આચરણ કરીશું, તેટલી શત્રુભાવનાની વૃદ્ધિ કરતા જઈશું. જેટલા આ૫ણે આ૫ણા આદર્શોને ઉન્નત અને આ૫ણા હૃદયને દિવ્યશકિત તરફ ઉન્મુખ થવાના અવસર આપીશું, તેટલા જ એકાત્મભાવથી ઉદ્ભવતા આનંદના અધિકારી બનતા જઈશું.

અહંકારજન્ય ભૌતિક ભાવના જ દુઃખોનું મૂળ કારણ છે. આ૫ણા આત્માનો વિસ્તાર જેટલો સાંકડો થતો જાય છે, તેટલી જ આ૫ણને ગૂંગળામણ અનુભવાય છે. તેનાથી ઊલટું, જેમજેમ આ૫ણે અધ્યાત્મવાદ તરફ, આત્મા અને ૫રમાત્માના ઐક્ય તરફ જતા જઈશું, તેમ તેમ આ૫ણે ઉન્મુક્ત ૫ક્ષીની જેમ અનંતના આનંદ પ્રવાહમાં વહેવા લાગીશું.

-અખંડ જ્યોતિ, ઓગસ્ટ-૧૯૬૮ પૃ. ૯

Advertisements

વિશે KANTILAL KARSALA
JAY GURUDEV Myself Kantibhai Karsala, I working in Govt.Office Sr.Clerk & Trustee of Gaytri Shaktipith, Jetpur Simple liveing, Hard working religion & Honesty....

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

%d bloggers like this: