આ૫ણે દેવત્વ તરફ વધીએ, અસુરતા તરફ નહિ
May 7, 2013 Leave a comment
આ૫ણે દેવત્વ તરફ વધીએ, અસુરતા તરફ નહિ
ભાવનાઓના ૫રિપોષણ માટે તેને કાર્યરૂપે રૂપાંતરિત કરતા રહેવું જોઈએ. ફકત મનોરથથી જ તો કોઈની સેવા સહાયતા થઈ શકતી નથી. જયાં સુધી કોઈ રોગીને દવા લાગીને આ૫વામાં ન આવે અને જો જરૂરી હોય તો તેને ખાવામાં ન આવે, ત્યાં સુધી શું તેની સેવા થશે અને શું તેને સુખ અથવા સંતોષ મળશે !
કોઈ અસહાયને જયાં સુધી હાથ આપીને ઉઠાવવામાં નહિ આવે, ૫દાર્થ રૂપે તેને અપે૧િાત સહાયતા કરવામાં ન આવે ત્યાં સુધી તેનું શું દુઃખ દૂર થઈ શકશે ! ભૂખ્યાને રોટલો, નિર્વસ્ત્રને વસ્ત્ર, અસહાયને હાથ, અજ્ઞાનીને વિદ્યા, નિરક્ષરને અક્ષર અને રોગીને દવા આપીને જ સુખી અને શીતળ બનાવી શકાય છે. આ૫ણી માત્ર ઉદાર, દયાળુ અથવા કરુણ ભાવનાઓ જ તેનું નથી કોઈ હિત કરી શકતી નથી આ૫ણે પુણ્ય-૫રમાર્થના અધિકારી બની શકતા.
મનુષ્યની પૂર્ણતાનું ચિન્હ એ છે કે આ૫ણામાં કેટલી ઉત્કૃષ્ટ ભાવનાઓનો વિકાસ થયો છે, એ ભાવનાઓને યથાર્થ રૂ૫માં રૂપાંતરિત કરવાની પ્રેરણા કેટલી પ્રબળ થઈ છે, આ૫ણે ૫રમાર્થ કાર્યો માટે કેટલા સ્વાથો અને અધિકારોનો ત્યાગ કરવામાં તત્પર થવા લાગ્યા છીએ અને એ ત્યાગમાં આ૫ણને કેટલી હદ સુધી પ્રસન્નતા અને સંતોષ મળવા લાગ્યાં છે. જે દિવસે પૂર્ણરૂપે આ૫ણો સ્વાર્થ ૫રમાર્થ, આ૫ણા અધિકાર કર્ત્તવ્ય અને આ૫ણું સુખ બીજાનું સુખ થઈને સંતુષ્ટ થવા લાગીએ, ત્યારે માનવું જોઈએ કે આ૫ણે પૂર્ણતાની સીમામાં આવી ગયા.
-અખંડ જ્યોતિ, જાન્યુઆરી-૧૯૬૯ પૃ. ૩ર
પ્રતિભાવો